ગુંડાગીરી વિરોધી એકટ વિધાનસભામાં મંજુર: ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગુન્હેગારોને છાવરવાની આક્ષેપબાજી

23 September 2020 05:06 PM
Ahmedabad Gujarat
  • ગુંડાગીરી વિરોધી એકટ વિધાનસભામાં મંજુર: ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગુન્હેગારોને છાવરવાની આક્ષેપબાજી

અમારે ગુંડાઓ સાથે કઈ ‘લેવા દેવા’ નથી: પ્રદીપસિંહ

ગાંધીનગર તા.23
આજે ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃતિઓ અટકાવવા બાબત નું વિધ્યેક ગૃહ માં ચર્ચા માટે રજૂ કર્યું હતું આ તબક્કે તેમણે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા કોંગ્રેસના રાજકીય શાસન અંગે કેટલાક અસામાજિક તત્વોના નામોનો ઉલ્લેખ કરતા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા કે 1985 માં લતીફ નામનો ગુંડો ઉભો થયો અને 6 થી 7 જગાએ કોર્પોરેશન ના ચૂંટણી લડ્યો. પરંતુ એ વખતે રાજકીય ઈચ્છા શક્તિ હોત તો જેલ હવાલે કરી શક્યો હોત એટલું જ નહીં ભૂતકાળમાં કોંગ્રેસ ના શાસન માં ગુંડા તત્વો માથું ઉચકતા અને રાજકીય લોકો બંધ આંખે જોતા હતા. પરંતુ હવે અમે બંધ આંખે જોઇ શકતા નથી. અને એટલે જ ટપોરીઓ ની શાન અમે ઠેકાણે લાવીરહ્યા છીએ. એટલું જ નહીં અમારે ગુંડાઓ સાથે કોઈ લેવાદેવા નથી. તેવી સ્પષ્ટતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કરી હતી.

આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે આ વિધેયક અંતર્ગત ગુંડાની વ્યાખ્યા નક્કી કરાશે. એટલું જ નહીં કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિ સામે કડક કાર્યવાહી માટે કાયદામાં સુધારો કરાશે. કાયદામાં સુધારો કરી સજાની જોગવાઈમાં વધારો કરાશે. ઉપરાંત દોષિતને 7 થી 10 વર્ષ સુધીની સજા અને 50 હજાર દંડ ની જોગવાઈ કરાશે. સાથે સાથે આવા કેસો માટે વિશેષ કોર્ટની જોગવાઈ કરાશે જેમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક અને સાક્ષીઓને રક્ષણ અપાશે.આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટને મિલકત ટાંચમાં લેવા અને સત્યતા બાદ મુક્ત કરવાની સત્તા પણ આપવામાં આવશે. જોકે તેમના આ નિવેદન સમયે કોંગ્રેસના સભ્યો અકળાઈ ઉઠયા હતા આ તબક્કે પ્રદીપસિંહ જાડેજાએ લતિફ, મોહમ્મદ સુરતિ, ઇભલા શેઠ , રાજુ રિસાલદાર જેવા લોકોને કોનો રાજકીય આશરો મળતો હતો? તેઓ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત પ્રદીપસિંહ જાડેજાએ અન્ય રાજ્ય જેમકે મધ્યપ્રદેશ પશ્ર્ચિમ બંગાળ, રાજસ્થાન, તામિલનાડુ, કર્ણાટક જેવા 8 રાજ્યોમાં આવો કાયદો અમલી હોવાનો સ્વીકાર કર્યો હતો.

આ તબક્કે પ્રદિપસિંહ જાડેજા કાયદાના અમલીકરણ અને તેની વ્યાખ્યા સમજાવતા જણાવ્યું હતું કે આ કાયદાના અમલીકરણ બાદ હવે રાજય નાં સરકારી કામગીરી માટે નાં ટેન્ડર પ્રક્રિયા મા કોઈ છેડછાડ કરશે તો તેને ગુંડા એક્ટ લાગુ પડશે. જેના કારણે કારટેલ બનાવી ને ટેન્ડરો પર કબ્જો નહીં મેળવી શકે એટલું જ નહીં રાજ્ય સરકાર આવા તત્વો સામે કડક હાથે કામ લેશે એવી સ્પષ્ટતા પણ કરી હતી સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ટેન્ડર ની પ્રક્રિયા ભરાવશે કે કારટેલ બનાવી સરકારી તિજોરી લૂંટશે તો તેની સામે કડક માં કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી હતી . જોકે પ્રદીપસિંહ જાડેજાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે પ્રવર્તમાન કાયદાની છટકબારી ઓ હોવાના કારણે આ કાયદો સંપૂર્ણ અભ્યાસ બાદ વિધાનસભા ગૃહમાં લાવવામાં આવ્યો છે અને આવનાર દિવસોમાં આ કાયદાનો કોઇ દુરુપયોગ નહીં થાય અને અસરદાર પગલા લેવા માટે વિજયભાઈ રૂપાણી ની સરકાર કટિબદ્ધ હોવાનો સ્વીકાર કર્યો હતો જોકે તેમના આ નિવેદન બાદ કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો કે આ કાયદા માટે કોંગ્રેસ કેમ વિરોધ કરે છે તે સમજાતું નથી . પ્રદિપસિંહ આ નિવેદનથી કોંગ્રેસના સભ્યો ફરીથી અકળાઈ ઉઠયા હતા અને હંગામો શરૂ કર્યો હતો પરંતુ અધ્યક્ષ ની કડક ટકોર બાદ ગૃહમાં શાંતિ છવાઇ હતી. ત્યારબાદ પ્રદિપસિંહ જાડેજાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે વિજયભાઈ રૂપાણી નું સુત્ર છે કે ગુંડાગીરી છોડો અથવા ગુજરાત છોડો તેનું આ સૂત્ર આ કાયદાથી સંપૂર્ણ સહકાર થશે અને ગુજરાતની જનતા વિજયભાઈ રૂપાણીને ગુજરાતના ભયમુકત કરનાર તરીકે ઓળખશે તેવી ટીપ્પણી કરતા કોંગ્રેસના સભ્યો અકળાઇ ઉઠયા હતા.


Related News

Loading...
Advertisement