સુરતનો અફરોઝ ફટ્ટા આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટનો સુત્રધાર: સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના રિપોર્ટમાં ધડાકો

23 September 2020 04:55 PM
Surat Gujarat
  • સુરતનો અફરોઝ ફટ્ટા આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટનો સુત્રધાર: સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના રિપોર્ટમાં ધડાકો

2009-2014 વચ્ચે ભારતની પાંચ અને દુબઈની એક કંપનીએ 16,000 કરોડની હેરફેર કરી

નવી દિલ્હી તા.23
ભારતની કેટલીય કંપનીઓ અને દુબઈની એક કંપની સાથે જોડાયેલા રૂા.16,000 કરોડના હવાલા નેટવર્કના લાભાર્થીઓએ 2009 અને 2014 વિના રોકટોકે તેમના નાણાં ફેરવી નાખ્યા હતા.

મની લોન્ડરીંગ ફાઈનાન્સીયલ ક્રાઈમ્સ એનફોર્સમેન્ટ નેટવર્ક (ફીનલેન) માટેના યુએસ વોચડોગને આપવામાં આવેલા સસ્પીસીયલ એકટીવીટી રિપોર્ટ (એલએઆર)માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ન્યુયોર્કએ દુબઈ સ્થિત અલ ખત અલ ફીઝી ટ્રેડીંગ એલએલસી અને ગાર્મેન્ટની નિકાલ કરતી 6 કંપનીઓ વચ્ચે 10.50 કરોડ ડોલરના 717 ટ્રાન્ઝેકશન સામે લાલબતી ધરી હતી. એમાંથી પાંચ દિલ્હીના ટેકસટાઈલ બિઝનેસમેન સહદેવ ગુપ્તાની માલિકીની અને છઠ્ઠી સુરતના હવાલા ઓપરેટર અફ્રોઝ ફટ્ટા સામે જોડાયેલી છે.

ભારતમાં ગુપ્તા અને ફટ્ટા બન્ને બે અલગ કેસોની તપાસમાં ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ) અને ઈડીની રડારમાં છે. વિદેશમાં કાળા નાણાની તપાસ કરવા નીમાયેલી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સિટ) પણ ફટ્ટા સામે મની લોન્ડરીંગની તપાસ કરી રહી છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના એલએઆરમાં ગુપ્તા અને ફટ્ટાની મની લોન્ડરીંગ પ્રવૃતિઓ સાથે જોડતા ટ્રાન્ઝેકશન બાબતે અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે. એમાંથી પાંચ કંપનીઓ ગુપ્તા સાથે અને ફટ્ટા સાથે જોડાયેલી અલ અલ્માલ એફઝેડઈ નામની કંપની છે. આમાંના કેટલાક ટ્રાન્ઝેકશન બેંક ઓફ બરોડા યુએઈ અને યુએસ મારફત થયા હતા.


Related News

Loading...
Advertisement