બિહારમાં મોદીને યાદ અપાવાયું: નિતીશકુમારના ડીએનએમાં ગરબડ છે

23 September 2020 04:54 PM
India Politics
  • બિહારમાં મોદીને યાદ અપાવાયું: નિતીશકુમારના ડીએનએમાં ગરબડ છે

પટણા
બિહાર હવે ગમે તે ઘડીએ ધારાસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને એનડીએના સાથી પક્ષ તરીકે ભાજપ-જનતાદળ (યુ) રાજયના મુખ્યમંત્રી નિતીશકુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે તેવી જાહેરાત થઈ છે તે સમયે હવે 2015ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપથી અલગ રાજદ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહેલા જનતાદળ (યુ)ના વલણ પર ટીપ્પણી કરતા મુજજફરપુરની ‘પરિવર્તન’ રેલીમાં એવા વિધાનો કર્યા હતા કે નીતીશકુમારના રાજકીય ડીએનએમાં કંઈક ગડબડ છે

તેથી જ તેઓએ ભાજપનો સાથ છોડયો છે. 2013માં નરેન્દ્ર મોદીને ભાજપે વડાપ્રધાન પટના દાવેદાર તરીકે પ્રોજેકટ કરતા તે સમયે જનતાદળ (યુ)એ ગુજરાતના રમખાણોના મુદે મોદીનો વિરોધ કરતા ડીએમાંથી બહાર થઈ ગયા હતા અને તે મોદી-નિતીશ રાજકીય વિરાધી બની ગયા હતા.

જો કે 2017માં ફરી નિતીશકુમાર ફરી એનડીએમાં જોડાયા છે અને હવે બિહારમાં ભાજપ-જનતાદળ (યુ) સંયુક્ત સરકાર છે જે ધારાસભા ચૂંટણી લડવા જઈ રહી છે તે સમયે પટણામાં પોષ્ટર લાગ્યા છે જેમાં મોદીના એ વાકયોની યાદ અપાવાય છે કે નીતીશકુમારના ડીએનએમાં જ ગડબડ છે. આમ 2015ના શબ્દા બુમરેંગ થયા છે.


Related News

Loading...
Advertisement