કોર્ટરૂમ ડ્રામામાં જોવા મળશે અર્જુન રામપાલ, માનવ કૌલ

23 September 2020 04:10 PM
Entertainment India
  • કોર્ટરૂમ ડ્રામામાં જોવા મળશે અર્જુન રામપાલ, માનવ કૌલ

મુંબઈ તા.23
કોર્ટરૂમ ડ્રામા ‘નેલ પોલિસ’માં અર્જુન રામપાલ જોવા મળશે. ઝી-5 પર રિલીઝ થનાર આ સીરીઝ વિશે અર્જુને વાત કરી હતી કે, ‘આ ટાઈટલની જેમ તેની સ્ક્રિપ્ટ પણ અદભૂત છે. આ સ્ક્રિપ્ટ દરેક એકટરને પોતાની લિમિટની બહાર જઈને કામ કરવાની સ્વતંત્રતા આપે છે.’ આ સીરીઝમાં અર્જુનની સાથે માનવ કૌલ, રજીતકપુર અને આનંદ તિવારી પણ જોવા મળશે.

માનવ કૌલે આ સીરીઝ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘નેલ પોલીસ’માં હું વીરનું પાત્ર ભજવી રહ્યો છું. તે આજ સુધીમાં મેં ભજવેલા પાત્રોમાં સૌથી મુશ્કેલ અને થ્રિલિંગ પાત્ર છે.


Related News

Loading...
Advertisement