1 નવેમ્બરથી શરૂ થશે કોલેજોનું શૈક્ષણિક સત્ર, દિવાળી અને ઉનાળાના વેકેશન નહીં મળે

23 September 2020 12:32 PM
Ahmedabad Gujarat
  • 1 નવેમ્બરથી શરૂ થશે કોલેજોનું શૈક્ષણિક સત્ર, દિવાળી અને ઉનાળાના વેકેશન નહીં મળે

તમામ યુનિવર્સિટી, કોલેજોને 31 ઓકટોબર સુધીમાં એડમિશન પ્રક્રિયા પૂરી કરવા આદેશ

અમદાવાદ તા. 23
કોરોનાના કહેરને પગલે યુનિવર્સિટી અને કોલેજોનું શૈક્ષણિક સત્ર વિલંબમાં પડયું છે. હવે 1 નવેમ્બરથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે. જો કે મહિનાઓના વિલંબને પગલે દિવાળી અને આગામી ઉનાળાના વેકેશનમાં કાપ મુકવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એ નિષ્ણાંતોની સમિતિના માર્ગદર્શનના આધારે આ નિર્ણય લીધો છે.

અગાઉ યુજીસીએ 1 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કોરોનાના કહેરને પગલે વકરતી જતી પરિસ્થિતિને ધ્યાને લઇને આ નિર્ણય પડતો મુકવામાં આવ્યો હતો. હવે નવુ શૈક્ષણિક સત્ર 1 નવેમ્બરથી શરૂ થશે. આ માટે યુજીસીએ તમામ યુનિવર્સિટી અને કોલેજોને એડમિશન પ્રક્રિયા 31 ઓકટોબર સુધીમાં પુર્ણ કરવાનો આદેશ આપ્યો છે.

શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયા પછી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાની તૈયારી માટે એક અઠવાડીયાનું વેકેશન આપવામાં આવશે. પરીક્ષા 8 માર્ચથી ર6 માર્ચ દરમિયાન પુર્ણ કરી લેવામાં આવશે.

માર્ચ 27 અને 4 એપ્રિલ વચ્ચે સેમેસ્ટર બ્રેક આપવામાં આવશે. નવુ સેમેસ્ટર 5 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. પરીક્ષાનો બીજો બ્રેક ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આપવામાં આવશે. જે પછીના બે સપ્તાહમાં પરીક્ષા યોજાશે.

આ ઉપરાંત આર્કીટેકચરના ડિગ્રી કોર્સ માટે રાજયની 1600 બેઠકો માટે એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન માટે ડોકયુમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. મેરીટ લિસ્ટ 5 ઓકટોબરના રોજ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. જે પછી મોેક ટેેસ્ટનું આયોજન કરવામાં આવશે. 17 ઓકટોબરથી 21 ઓકટોબર દરમિયાન એડમિશન આપવામાં આવશે. અંતિમ મેરીટ લિસ્ટ રર ઓકટોબરના રોજ જાહેર થશે.

બીકોમના અંતિમ વર્ષની પરીક્ષાનું પરીણામ હજુ જાહેર થવાનું બાકી છે. તેમ છતાં ગુજરાત યુનિવર્સિટીએ એમકોમના એડમિશન માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રનાં શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે ટિવટર પર શૈક્ષણિક સત્રમાં ફેરફાર કરાયો હોવાની માહિતી આપી હતી. યુજીસીએ પ્રથમ વર્ષ અન્ડર ગ્રેજયુએટ તથા યુનિવર્સિટીઓનાં પોસ્ટ ગ્રેજયુએટ વિધાર્થીઓ માટે નિષ્ણાંતોની સમિતિએ ઉપરોકત ફેરફારો મંજૂર કર્યાનું પોખરીયાલે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement