સુશાંતસિંહ રાજપૂત કેસમાં હવે NIA તપાસમાં ઝુકાવશે

23 September 2020 11:24 AM
Entertainment India
  • સુશાંતસિંહ રાજપૂત કેસમાં હવે NIA તપાસમાં ઝુકાવશે

રેવન્યુ ડિપાર્ટમેન્ટે રાષ્ટ્રીય જાંચ એજન્સીને નાર્કોટિકસ કેસની પણ તપાસ કરવા સતા આપી

નવી દિલ્હી તા.23
એકટર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદા બહાર આવી રહ્યા હોઈ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) પણ તપાસમાં જોડાય તેવી શકયતા છે.

એક નોટીફીકેશનમાં જણાવ્યું છે કે, રાજયો સાથે પરામર્શ કર્યા છે કે કેન્દ્ર નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એકટ, 1925ની કલમ 53 મુજબ એનઆઈએના ઈન્સ્પેકટરથી ઉપરના દરજજાના અધિકારી તપાસ કરી શકશે.

એનઆઈએ જો આ કેસમાં ઝુંકાવશે તો એ સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) અને નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી) પછી ચોથી કેન્દ્રીય એજન્સી બનશે.
મુંબઈ 26/11 હુમલા બાદ રચના કરવામાં આવેલી એનઆઈએ આતંક અને બનાવટી નોટો સંબંધી બાબતોની તપાસ પર ધ્યાન આપે છે.

ગત વર્ષે કાયદામાં સુધારો કરી એનઆઈએને માનવ તસ્કરી અને સાયબર આતંકવાદ સંબંધી કેસોની તપાસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. પરંતુ હવે નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગના અન્ડર સેક્રેટરીની સહી સાથેના આદેશમાં નાર્કોટીકસ સંબંધી કેસોની તપાસ કરવા અધિકાર આપવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement