એનિમલ્સનું ઓનલાઈન વેચાણ અયોગ્ય- જહોન અબ્રાહમ

23 September 2020 10:51 AM
Entertainment India
  • એનિમલ્સનું ઓનલાઈન વેચાણ અયોગ્ય- જહોન અબ્રાહમ

મુંબઈ તા.23
બોલીવુડ અભિનેતા જોન અબ્રાહમે તાજેતરમાં ઈ-રીટેલર કિવકરને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જીવિત પ્રાણીઓને ઓનલાઈન ન વેચવા માટે વિનંતી કરી છે. આ લેટરમાં જોને લખ્યું છે કે, ‘ડોગ્સ, કેટસ જેવા પ્રાણીઓને કિવકર પર વેચવાથી તેમની જિંદગી રિસ્ક પર આવી જાય છે. આવા પ્લેટફોર્મ પરથી ખરીદી કરનારા લોકો અબ્યુસિવ પણ હોય શકે છે.’

જોહનનું માનવું છે કે, ખરેખર અડોપ્શન ની પ્રક્રિયા જાણીતા અને રજીસ્ટર્ડ એનજીઓ દ્વારા જ થતી હોય છે. જેઓ એડોપ્ટ કરનારની તમામ માહિતી મેળવવામાં આવે છે. કિવકર પરથી ખરીદાતા પ્રાણીઓને ગેરકાયદે ફાઈટ અને કતલખાનામાં વેચી પણ દેવામાં આવતા હોય છે.


Related News

Loading...
Advertisement