રાજકોટમાં બે યુવાનો પર એસિડ એટેકથી ખળભળાટ : બુકાની, માસ્ક પહેરી આવેલા ત્રણ શખ્સોની શોધખોળ

23 September 2020 01:15 AM
Rajkot
  • રાજકોટમાં બે યુવાનો પર એસિડ એટેકથી ખળભળાટ : બુકાની, માસ્ક પહેરી આવેલા ત્રણ શખ્સોની શોધખોળ
  • રાજકોટમાં બે યુવાનો પર એસિડ એટેકથી ખળભળાટ : બુકાની, માસ્ક પહેરી આવેલા ત્રણ શખ્સોની શોધખોળ

ગોંડલ ચોકડીએથી એસટી બસ સ્ટેન્ડ સુધીની રીક્ષા ભાડે બંધાવી માંડાડુંગર પાસે કેટરસ માટે બહેનોને લેવા જવાનું કહી 3 શખ્સોએ માંડાડુંગર પાસે ઉતરી રિક્ષાચાલક અને તેના મિત્ર પર એસિડ ફેંક્યું, ઘટના પાછળનું કારણ શોધવા પોલીસે કમર કસી

રાજકોટઃ
રાજકોટમાં આજે ભરબપોરે બે યુવાનો પર એસિડ એટેક થતા ખળભળાટ મચી ગયો છે. બન્ને યુવાનોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, અને આજી ડેમ પોલીસ પણ બનાવના પગલે દોડી ગઈ હતી. આ મામલે ફરિયાદ નોંધાતા બુકાની અને માસ્ક પહેરી આવેલા ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરાઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના રસુલપરા વિસ્તારમાં હુશેની ચોકમાં રહેતા અને રીક્ષા ચલાવતા અબલી ગુલમહમદભાઈ પલેજાના મિત્ર અફઝલ યુસુફખાન પઠાણને રીક્ષા લેવાની હોવાથી બંને રીક્ષા જોવા જવાના હતા તે પહેલાં અબીલની રીક્ષા લઈને બન્ને બપોરે 1 વાગ્યે ગોંડલ ચોકડીએ ઉભા હતા ત્યારે ત્યાં ત્રણ વ્યક્તિ આવ્યા હતા અને પોતાને બસ સ્ટેન્ડ જવાનું છે તેમ કહ્યું હતું અને પોતે કેટરર્સનું કામ કરતા હોવાથી બસ સ્ટેન્ડ જતા પહેલા માંડાડુંગરથી ત્રણ બહેનોને લેવાના છે. ત્યાર બાદ ભાડું પૂછતાં અબલીભાઈએ વ્યક્તિ દીઠ 100 રૂપિયા ભાડું થશે તેમ કહેતા ભાડું વધુ હોવાનું કહી રીક્ષામાં બેઠા નહોતા. જેથી અબલીએ પોતાનો ફોન નંબર આપી જવું હોય તો ફોન કરજો તેમ કહી રીક્ષા આગળ ચલાવી હતી. થોડીવારમાં જ અબલીને તે ત્રણમાંથી એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. 100 રૂપિયા ભાડું પોસાય છે તમે રીક્ષા લઈને આવો તેમ કહ્યું હતું. ચાલકે રીક્ષામાં ત્રણેયને બેસાડ્યા અને સાથે મિત્ર અફઝલને પણ લીધો હતો. અને ચાલક અબલીભાઈએ રીક્ષા માંડાડુંગર તરફ ચલાવી હતી. ત્યાં પહોંચતા જ રીક્ષા ઉભી રાખવી ત્રણમાંથી એક શખ્સે બોટલમાં લાવેલું એસિડ બન્ને યુવાનો પર ફેંક્યું હતું. જેમાં અફઝલ યુસુફખાન પઠાણને હાથ તથા શરીરના અન્ય ભાગે એસિડના છાંટા ઉડ્યા હતા. અને ચાલક અબલીભાઈને ચહેરા પર એસિડ ઉડતા ચહેરો દાઝી ગયો હતો. ઘટનાને અંજામ આપી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસને જાણ કરાતા દાઝેલા બન્ને યુવાનોને સારવાર માટે ખસેડાયા હતા. બન્નેના યુવાનોના નિવેદન આજીડેમ પોલીસે નોંધ્યા છે. અને સીસીટીવી ફૂટેજ કબ્જે કરવા તજવીજ કરી છે.

ત્રણેય આરોપીઓ મોઢે બાંધી, માસ્ક પહેરી આવ્યા હોવાથી તેમની ઓળખ થઈ શકી નથી. જ્યારે આ કિસ્સામાં જૂની અદાવત કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે જાણવા આજીડેમ પોલીસના પીએસઆઈ વાઘેલાએ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement