હજુ ૧૨ દિવસ પૂર્વે જ લગ્ન થયેલ, અને હવે આ અભિનેત્રીએ તેના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા, ગોવા પોલીસે ધરપકડ કરી

23 September 2020 01:12 AM
Entertainment India
  • હજુ ૧૨ દિવસ પૂર્વે જ લગ્ન થયેલ, અને હવે આ અભિનેત્રીએ તેના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
  • હજુ ૧૨ દિવસ પૂર્વે જ લગ્ન થયેલ, અને હવે આ અભિનેત્રીએ તેના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
  • હજુ ૧૨ દિવસ પૂર્વે જ લગ્ન થયેલ, અને હવે આ અભિનેત્રીએ તેના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા, ગોવા પોલીસે ધરપકડ કરી

પૂનમ પાંડેએ તાજેતરમાં જ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા'તા. અને બન્ને અઠવાડિયા પહેલા જ હનીમૂન માણ્યું, હવે પતિ સામે મારપીટ, શારીરિક ઉત્પીડન, અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી

પણજી:
એક્ટ્રેસ પૂનમ પાંડેના પતિ સૈમ બોમ્બેની ગોવામાં ધરપકડ કરવામાં આવી છે. પૂનમે તેના પતિ સામે તેના પાર્ક હુમલો કર્યો હોવાની અને ધાકધમકીની ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં જ પૂનમ પાંડેએ સૈમ સાથે લગ્ન કર્યા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટના દક્ષિણ ગોવાના કાનાકોના ગામની છે જ્યાં પાંડે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. કૈનાકોના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તુકારામ ચવ્હાણે કહ્યું, "પાંડેએ સોમવારે મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ સૈમ બોમ્બે તેના પર હુમલો કર્યો હતો અને તેના ભયંકર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. સૈમની ધરપકડ કરવામાં આવી છે. અને અભિનેત્રીની તબીબી તપાસ કરવામાં આવી છે."

વિસ્તૃત વિગત મુજબ ૧૨ દિવસ પૂર્વે લગ્ન કરનાર અભિનેત્રી પૂનમ પાંડેના પતિ સૈમ બોમ્બેની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી હતી. પૂનમે ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવારે રાત્રે તેના પતિએ તેની સાથે છેડતી કરી હતી અને મારમાર્યો હતો. એટલું જ નહીં, પૂનમે એમ પણ કહ્યું હતું કે સૈમ બોમ્બેએ તેના પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે.

ઉલ્લેખનીય છે કે પાછલા અઠવાડિયે જ પૂનમ તેના પતિ સાથે હનીમૂન માટે ગઈ હતી. આ દરમિયાન, પૂનમ તેના પતિ સૈમ બોમ્બે સાથે એક સરળ રૂપમાં જોવા મળી હતી. તેની માંગમાં સિંદૂર હતો અને તેણે હાથમાં બંગડીનો ચુડો પહેર્યો હતો. અને ગળામાં મંગલસુત્ર પણ પહેર્યું હતું.

ગુપચુપ લગ્ન કર્યા બાદ 10 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર પૂનમે તસવીરો શેર કરી વિવાહ અંગે જાણકારી આપી હતી. તસ્વીરના કેપ્શનમાં પૂનમે લખ્યું છે - હું તમારી સાથે સાત જન્મોની અપેક્ષા કરું છું., પૂનમના પતિ સૈમએ પણ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી.

નોંધનીય છે કે 2011 માં ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર પોતાના નગ્ન ફોટા મુકવાની જાહેરાત કરી હતી ત્યારથી તે સતત ચર્ચા રહી છે.


Related News

Loading...
Advertisement