રાજ્યમાં કોરોનાના નવા 1402 કેસ, સુરતમાં ફરી સંક્રમણનો વિસ્ફોટ થયો, એક જ દિવસમાં 298 પોઝીટીવ

22 September 2020 07:33 PM
Ahmedabad Gujarat Rajkot
  • રાજ્યમાં કોરોનાના નવા 1402 કેસ, સુરતમાં ફરી સંક્રમણનો વિસ્ફોટ થયો, એક જ દિવસમાં 298 પોઝીટીવ

છેલ્લા 24 કલાકમાં 16 ના મોત અને 1321 દર્દી સાજા થયા

ગાંધીનગર:
રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે. છેલ્લા પાંચેક દીવસથી દરરોજ 1400થી વધુ કેસ સપાટી પર આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1402 કેસો નોંધાયા છે, અને 16 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 1321 દર્દીઓ સાજા થયા છે.

હાલ કુલ 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 16310 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3355 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 126169 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસની યાદી

સુરતમાં 298
અમદાવાદ 185
રાજકોટ 150
વડોદરા 136
જામનગર 123
ગાંધીનગર 52
ભાવનગર 47
બનાસકાંઠા 46
જુનાગઢ 35
કચ્છ 33
મહેસાણા 32
અમરેલી 29
પંચમહાલ 28
મોરબી 23
ભરૂચ 22
પાટણ 19
મહિસાગર 15
ગીર સોમનાથ 14
દાહોદ 12
સાબરકાંઠા 12
સુરેન્દ્રનગર 12
બોટાદ 10
તાપી 10
દેવભૂમિ દ્વારકા 9
અરવલ્લી 8
ખેડા 8
નવસારી 8
નર્મદા 6
આણંદ 5
છોટા ઉદેપુર 5
પોરબંદર 5
વલસાડ 3
ડાંગ 2.


Related News

Loading...
Advertisement