અગાઉથી નોટિસ અને વળતર આપ્યા વિના કર્મચારીઓને છૂટા નહીં કરી શકાય

22 September 2020 07:07 PM
India
  • અગાઉથી નોટિસ અને વળતર આપ્યા વિના કર્મચારીઓને છૂટા નહીં કરી શકાય

કોરોના સંકટમાં કર્મચારીઓને રાહત : નવા લેબર કોડ બિલમાં નવી સ્પષ્ટતા સાથે જોગવાઇઓ

નવી દિલ્હી તા.22
કોરોના કાળમાં જો કોઇ કંપની નાણાકીય ખોટ, લોન કે પછી લાયસન્સનો સમયગાળો ખતમ થવાના કારણે બંધ થાય છે તો પણ કર્મચારીને નોટિસ અને વળતર આપવાની મનાઇ નથી થઇ શકતી. કેન્દ્ર સરકારે નવા લેબર કોડ બિલમાં આ જોગવાઇઓને નવી સ્પષ્ટતાની સાથે રજુ કર્યુ છે. તેના પર ઝડપથી ચર્ચા કરીને કાયદો બનાવવામાં આવશે.સ નવા બિલમાં વળતરની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે. તેમ પ્રાકૃતિક આપતિ અને વિષમ પરિસ્થિતિને નવા કાનુની દાયરામાં લાવવાની કવાયત કરવામાં આવી છે. બિલમાં જણાવાયું છે કે એક વર્ષથી વધારે સમય સુધી કામ કરનાર કર્મચારીને નોટિસ અને વળતર વિના છુટા નહી કરી શકાય. આ નવી વ્યવસ્થાથી કોરોના કાળમાં કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે. કંપની બંધ થવાની હાલતમાં કર્મચારીઓને નોટિસ અને વળતર આપવાની સાથે સાથે છટણીના શિકાર કર્મચારીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે ખાસ ફંડનો પણ પ્રસ્તાવ કરાયો છે. જોકે સરકારે એવી પણ જોગવાઇ કરી છે. જેથી કંપનીને બંધ કરવાની પ્રક્રિયા સરળ રહેશે. પણ સાથે સાથે એ કાયદા પણ મજબુત કરાયા છે. જેનાથી કર્મચારીઓને આર્થિક રીતે નુકસાનીનો સામનો ન કરવો પડે.


Related News

Loading...
Advertisement