દેશમાં કોરોનાના 63% કેસો 40 અથવા નીચેની વયના

22 September 2020 06:59 PM
India
  • દેશમાં કોરોનાના 63% કેસો 40 અથવા નીચેની વયના

76% દર્દીઓમાં સહબીમારી: હાઈપરટેન્શન, ડાયાબીટીસ સૌથી મુખ્ય : કુલ દર્દીઓમાં 68.48% પુરુષો; માત્ર 31.51% મહિલાઓ

નવી દિલ્હી તા.22
કોરોના વાયરસના દર્દીઓમાં હાઈપરટેન્શન અને ડાયાબીટીસ બે મોટી સહબીમારી જોવા મળી છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના અભ્યાસ મુજબ કોવિડના દર્દીઓમાં 5.74% હાઈપરટેન્શન અને 5.20% ડાયાબીટીસ ધરાવતા હતા.

સંક્રમીત લોકોના 76%માં સહમીરીઓ હતી. હાઈપરટેન્શન, ડાયાબીટીસ ઉપરાંત લીવર, હાર્ટ, અસ્થમા, કિડની, ક્રોનિક ઓબસ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝ, ઓછી પ્રતિકારક શક્તિ, બ્રોન્કાઈટીસ અને ક્રોનિક ન્યુરોમસ્કયુલર બીમારીઓ જોવા મળી હતી.

સોમવાર સુધી અભ્યાસ કરાયેલા ડેટા મુજબ 63% પોઝીટીવ કેસો 44 વર્ષ અથવા તેથી નાની વયના હતા, અને માત્ર 10% પોઝીટીવ કેસો 60 કે તેથી વધુ વયના હતા. કુલ કેસોમાં 68.48% અને સ્ત્રીઓ 31.51% છે.

વિજ્ઞાનીઓએ બીમારીની વૈશ્ર્વિક તરાર જોઈ એ મુજબ ભારતમાં પણ ચેપ અને મૃત્યુનું પ્રમાણ જોવા મળ્યું છે. વિશ્ર્વમાં પણ યુવા લોકોને વધુ અસર થઈ છે, પણ મોટી ઉંમરના લોકોને ગંભીર અસર થઈ છે.

કોવિડ 19 કેસોમાં તાવ, ઉધરસ અને ગળામાં સોજો મુજબ લક્ષણો જોવા મળ્યા હતા, 37,084 લેબોરેટરી ક્ધફર્મ્ડ કેસોમાં 25.03% ને તાવ હતો, 16.36% ને કફ હતો અને 7.35% દર્દીઓને ગળામાં સોજાની ફરિયાદ હતી. માત્ર 5.11% કેસોમાં શ્ર્વાસ લેવામાં તકલીફ જોવા મળી હતી.

સરકારી ડેટા મુજબ ભારતમાં રિકવરી ગ્રાફ સતત વધી રહ્યો છે. દર ચાર દર્દીમાંથી એક તંદુરસ્ત વ્યક્તિ અને કોઈ સહબીમારી વગરની છે, પરિણામે તેમના સાજા થવાની શકયતા બહેતર રહી છે.


Related News

Loading...
Advertisement