કરણ જોહરની ડ્રગ્સ પાર્ટીમાં દિપિકા પણ હતી સામેલ

22 September 2020 06:34 PM
India
  • કરણ જોહરની ડ્રગ્સ પાર્ટીમાં દિપિકા પણ હતી સામેલ

ગત વર્ષે યોજાયેલી પાર્ટીનો વિડીયો જારી થયો વાયરલ: અર્જુનકપુર, મલાઈકા અરોરા, શાહીદકપુર, અયાન મુખર્જી, રણબીરકપુર પણ જોવા મળ્યા પાર્ટીમાં મશગુલ: 2017 ની એક પાર્ટીનો પણ વિડીયો થયો વાયરલ : રિયા ચક્રવર્તી હજુ મોટા નામોનો ખુલાસો કરે તેવી શકયતા

મુંબઈ તા.22
સુશાંતસિંહ રાજપુતના મોત પછી બોલીવુડમાં ડ્રગ કનેકશનનો મામલો સામે આવ્યો છે. અગાઉ શ્રધ્ધાકપુર, રફુલ પ્રિતસિંહ, સારાઅલીખાનનું નામ ડ્રગ મામલે ઉછળ્યા બાદ હવે દિપિક પાદુકોણનું નામ સામે આવ્યું છે. નાર્કોટીકસ ક્ધટ્રોલ બ્યુરો (એનસીબી)એ સોમવારે સુશાંતની ટેલેન્ટ મેનેજર જયાસહાની 4 કલાક પૂછપરછ કરી હતી. હવે દિપિકા પાદુકોણનો ડ્રગ માંગતો ચેટ વાયરલ થયો છે. જેને પગલે હવે કરણ જોહરની એક પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તમામ બોલીવુડ કલાકારા ડ્રગનાં સેવનમાં ધુત હોવાને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે.

ડ્રગ્સ મામલે હવે દિપિકા પાદુકોણનું નામ સામે આવ્યા પછી તેની મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. દિપિકાની ચેટ સામે આવી રહી છે. જેમાં તે ડ્રગ માંગી રહી છે. જે પછી દિપિકાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં હાજર તમામ કલાકારો ડ્રગનું સેવન કરતા હોવાનો દાવો થઈ રહ્યો છે. આ વિડીયો કરણ જોહરની પાર્ટીનો હોવાનું કહેવાય છે. જે ગત વર્ષે થયેલી પાર્ટીનો છે. દિપિકાનું નામ ડ્રગ કેસમાં સામે આવ્યા પછી તે ફરીથી વાયરલ થઈ રહ્યો છે. આ પાર્ટીમાં દિપિકા પદુકોણ, અર્જુનકપુર, મલાઈકા અરોરા, શાહીદકપુર, વરૂણ ધવન, અયાન મુખરજી, રણબીરકપુર, સહીત અનેક કલાકારો જોવા મળે છે.

આ વિડીયો ખુદ કરણે શુટ કર્યો હતો. ગત વર્ષનાં વાયરલ થયેલા વિડીયોને લઈને ચર્ચા ઉઠી હતી કે આ પાર્ટીમાં બોલીવુડ કલાકારો ડ્રગની પાર્ટી કરી રહ્યા છે અને તમામ નશામાં ધૂત છે. વાયરલ વિડીયો પર ભારે વિવાદ થતાં કરણ જોહરે સ્પષ્ટતા કરી હતી કે જો તેની પાર્ટીમાં ડ્રગનો ઉપયોગ થતો હોત તો તેઓ આ વિડીયો શા માટે શુટ કરત. ઘણા દિવસ સુધી ચર્ચા અને તપાસની માંગ ઉઠતી રહી. બાદમાં મામલો વિસરાઈ ગયો હતો. હવે સુશાંતસિંહનાં કેસમાં આવેલા ડ્રગ એંગલમાં રિયા ચક્રવર્તીની ધરપકડ પછી અને તેના દ્વારા કરવામાં આવેલા ખુલાસાથી બોલીવુડમાં થતાં ડ્રગ્સનાં સેવન અને તસ્કરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કરણ જોહરની પાર્ટીનો વિડીયો વાયરલ થયા પછી મજીન્દરસિંહ સિરસાએ આ વિડીયો શેર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે "ઉડતા બોલીવુડ-ફિકશન વર્સીસ વાસ્તવિકતા જુઓ બોલીવુડના ઉચ્ચ અને પરાક્રમી લોકો કઈ રીતે ડ્રગનું સામ્રાજય ચલાવી રહ્યા છે.” સીરસાએ આ અંગે મુંબઈ પોલીસ કમિશ્નરને ફરીયાદ પણ નોંધાવી હતી. પરંતૂ તેના શું કાર્યવાહી થઈ તેની કોઈ માહીતી સામે આવી નથી. આ ઉપરાંત 28 નવેમ્બર 2017 માં લોઅર પરેલ કલબમાં યોજાયેલી હેલોવીન પાર્ટી પણ હવે ચર્ચામાં આવી છે.જેમાં દિપિકા પદુકોણ, સોનાલી બેંન્દ્રે, સિધ્ધાર્થરોય કપુર, નમ્રતા સિરોડકર, સહીતની સેલીબ્રીટી હાજર હતી અને તમામે ડ્રગનું સેવન કર્યાની ચર્ચા ઉઠવા પામી છે.


Related News

Loading...
Advertisement