આનંદીબેન પટેલના અમદાવાદના બંગલે આગ: પતિ હેમખેમ

22 September 2020 06:17 PM
Ahmedabad Gujarat
  • આનંદીબેન પટેલના અમદાવાદના બંગલે આગ: પતિ હેમખેમ

ઉ.પ્ર.ના ગવર્નરના મેમનગર નિવાસસ્થાને બનાવ

અમદાવાદ તા.22
ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન અને ઉતરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલના મેમનગર ખાતેના નિવાસસ્થાને આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આનંદીબેનના પતિ મફતભાઈ પટેલને ઈજા થઈ નથી. આગ ફાટી નીકળી ત્યારે તે ઘરના પ્રથમ મજલે હતા.
અમદાવાદ અગ્નિશમન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને રવિવારે બપોર બાદ પુર્વ મુખ્યપ્રધાનના બંધ નિવાસસ્થાને એર ક્ધડીશનીંગ ડકટમાં આગ લાગ્યાનો ફોનકોલ આવ્યો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ એસી ડકટમાંથી ધુમાડા અને અગનજવાળા જોવામાં આવ્યા હતા. વરંડાનો કેટલોક ભાગ સળગી ગયો હતો. આગ 10 મીનીટમાં જ કાબુમાં આવી ગઈ હતી. ફોન કરનારે મકાન બંધ હોવાનું જણાવ્યું હતું પણ આનંદીબેનના પતિ મફત પટેલ મકાનના પ્રથમ મજલે હોવાનું જણાવ્યું હતું. આગથી 25,000નું નુકશાન થયું છે.


Related News

Loading...
Advertisement