દેશના ટોચના શેરબ્રોકીંગ હાઉસ એવા એન્જલ બ્રોકીંગનો આઈપીઓ આજથી ખુલ્યો

22 September 2020 06:14 PM
India
  • દેશના ટોચના શેરબ્રોકીંગ હાઉસ એવા એન્જલ બ્રોકીંગનો આઈપીઓ આજથી ખુલ્યો

શેરદીઠ રૂા.305 થી 306ની પ્રાઈઝ બેન્ડ: 24મીએ ઈસ્યુ પૂર્ણ થશે

રાજકોટ તા.22
ભારતની ટોચની શેરબ્રોકીંગ કંપની તથા એનએસઈ પર એકટીવ કલાયન્ટની દ્દષ્ટિએ સૌથી મોટા રીટેઈલ બ્રોકીંગ હાઉસ એવી એન્જેલ બ્રોકીંગ લીમીટેડના આઈપીઓ આજથી ખુલ્લો મુકાયો છે. રૂા.10ની મૂળ કિંમત ધરાવતા શેર માટે ઓફર પ્રાઈસબેન્ડ રૂા.305 થી 306ની નકકી કરવામાં આવી છે. આજે ખુલેલો આઈપીઓ 24મી સપ્ટેમ્બરે પૂર્ણ થશે.

આઈપીઓમાં કંપનીના ઈકિવટી શેર સામેલ છે, જે એકંદરે રૂા.6000.00 મિલિયનના છે, જેમાં રૂા.3000.00 મિલિયન સુધીના કંપનીના ફ્રેશ ઈશ્યુ તથા રૂા.3.000.00 મિલિયનની વેચાણ માટે ઓફર સામેલ છે, જેમાં અશોક ડી ઠકકર દ્વારા રૂા.183.35 મિલિયનની અને સુનિતા એ મગ્નાનીના રૂા.45.00 મિલિયનની વેચાણ માટે ઓફર ફોર સેલ સામેલ છે અને આઈએફસી દ્વારા રૂા.1,200.02 મિલિયન અને રૂા.1571.63 મિલિયન સુધીના ઈન્ડીવિડયુઅલ સેલિંગ શેરહોલ્ડર (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર અને ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર સાથે સંયુક્તપણે ‘વિક્રેતા શેરધારકો’ સામેલ છે.

બિડસ લઘુતમ 49 ઈકિવટી શેર માટે અને પછી 49 ઈકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે. લિસ્ટીંગ પછી આ ઓફરમાં ઓફર થયેલા ઈકિવટી શેરનું લિસ્ટીંગ બીએસઈ લિમીટેડ અને નેશનલ સ્ટોક એકસચેંજ ઓફ ઈન્ડીયા લીમીટેડ પર થશે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ આઈસીઆઈસીઆઈ સીકયોરીટીઝ લીમીટેડ, એડલવાઈસ ફાઈનાન્સીયલ સર્વિસીસ લીમીટેડ અને એસબીઆઈ કેપીટલ માર્કેટસ લીમીટેડ છે.

સીકયોરીટી કોન્ટ્રાકટસ (રેગ્યુલેશન) રુલ્સ 1957ના નિયમ 19(2)(બી)(2) મુજબ, જેમાં સમયે સમયે થયેલા સંશોધનની દ્રષ્ટિએ ઓફરમાં ઈશ્યુ થયેલા ઈકિવટી શેરની ટકાવારી કંપનીની ઓફર પછીની ઈકિવટી શેરની મૂડીની ઓછામાં ઓછી એટલી હશે કે આ ઓચામાં ઓછી રૂા.4,000 મિલિયન થશે. ઓફ સીકયોરીટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયા રેગ્યુલેશન્સ, 2009ના નિયમન 26(1) મુજબ બુક બિલ્ડીંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહતમ 50.00 ટકા હિસ્સો કવોલિફાઈડ ઈન્સ્ટીટયુશનલ બાયર્સ સપ્રમાણ આધારે ફાળવવામાં આવશે.

સીકયોરીટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયા (ઈશ્યુ ઓફ કેપીટલ એન્ડ ડિસ્કલોઝર રિકવાયર્મેન્ટ) રેગ્યુલેશન, 2018 મુજબ, ઓફરનો મહતમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સને સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ થશે અને ઓફરનો મહતમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઈસ પર કે એનાથી વધારે પ્રાઈસ પર માન્ય બિડસ પ્રાપ્ત થવાને આધીન છે. એન્કર રોકાણકારો સિવાય તમામ બિડર્સને ઓફરમાં સામેલ થવા એપ્લીકેશન સપોર્ટેર્ડ બાય બ્લોકડ એમાઉન્ટ પ્રક્રિયાનો ફરજીયાત ઉપયોગ કરીને તેમના સંબંધીત બેંક ખાતાની વિગતો આપવી પડશે, જે સેલ્ફ સર્ટીફાઈડ સીન્ડીકેટ બેંકો અથવા યુપીઆઈ વ્યવસ્થા હેઠળ બ્લોક કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement