યુએનમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદો ઉભો કર્યો: ભારતે આતંકવાદ મામલે તડાપીટ બોલાવી

22 September 2020 06:09 PM
India
  • યુએનમાં પાકિસ્તાને ફરી કાશ્મીર મુદો ઉભો કર્યો: ભારતે આતંકવાદ મામલે તડાપીટ બોલાવી

ભારતની આંતરિક બાબતોમાં માથું ન મારવા ચેતવણી

યુનાઈટેડ નેશન્સ તા.22
સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એક વાર ભારતે પાકિસ્તાનનો ઉધડો લીધો છે. ભારતે પાકિસ્તાનને આતંકવાદ અનેતેના દ્વારા નવી દિલ્હી સામે ફેલાવાઈ રહેલા જૂઠાણા મામલે આડે હાથ લીધું છે. યુએનની 75મી વર્ષગાંઠ નિમિતે યોજાયેલી બેઠકમાં ભારતે કાશ્મીર મુદો ઉઠાવવા બદલ પાકિસ્તાનને ઘેર્યું હતું.

વાસ્તવમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ તેમના વિડીયો સંબોધનમાં કાશ્મીરનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. યુએનની સિદ્ધીઓને બિરદાવવા સાથે શાહે જમ્મુ-કાશ્મીર અને પેલેસ્ટાઈન વિવાદોને વૈશ્ર્વિક સંગઠનની ઉઘાડી ખામી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે યુએનની આજે ટોક-શોપ તરીકે ઠેકડી ઉડાવવામાં આવે છે. તેના ઠરાવો અને નિર્ણયોનો ભંગ કરવામાં આવે છે. ખાસ કરીને સલામતી સમીતીમાં સહકાર સાવ તળીયે છે.

ભારતે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરી જણાવ્યું હતું કે આવા મંચ પર પાકિસ્તાન પાયાવિહોણા જૂઠાણાનું વધુ એક પુનરાવર્તન નહીં કરે તેવી ભારતને આશા હતી. આવા જૂઠાણા પાકિસ્તાનનો ટ્રેડમાર્ક બની ગયા છે. ભારતના ફર્સ્ટ સેક્રેટરી વિદિશા મૈત્રાએ જણાવ્યું હતું કે કાશ્મીરનો ઉલ્લેખ કરી પાકિસ્તાન ભારતની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે યુએનનો કોઈ એજન્ડા અધુરો રહ્યો હોય તો એ આતંકવાદનો દાગ છે. પાકિસ્તાન આતંકવાદનું એપીસેન્ટર છે એ વૈશ્ર્વિકપણે સ્વીકૃત બાબત છે.


Related News

Loading...
Advertisement