IPLમાં પહોંચવા માટે મેં કેટલી ચિંતા કરી : શોર્ટ રન નિર્ણયથી પ્રિટી નારાજ

22 September 2020 05:56 PM
Entertainment India Sports
  • IPLમાં પહોંચવા માટે મેં કેટલી ચિંતા કરી : શોર્ટ રન નિર્ણયથી પ્રિટી નારાજ

દુબઇ : કીંગ ઇલેવન પંજાબની માલિક પ્રિટી ઝીન્ટાએ પણ શોર્ટ રન અંગે ટવીટ કરીને કહ્યું કે કોરોનાના કાળમાં પણ દુબઇ પહોંચવા માટે મેં કેટલો સાવચેતી સાથે પણ લાંબો પ્રવાસ કર્યો, છ દિવસ સુધી હું ક્વોરેન્ટાઈન રહી, પાંચ-પાંચ કોરોના ટેસ્ટ કરાવ્યા અને જ્યારે એક શોર્ટ રનથી મારી ટીમ હારી તો મારું સ્મીત ગાયબ થઇ ગયું.

મને ખૂબ જ હાર્ડ હીટ થયું છે. જો ટેકનોલોજી આવા સમયે કામ ન લાગે તો તેનો અર્થ શું ? ક્રિકેટ બોર્ડે નવો નિયમ દાખલ કરવો જોઇએ. આ ઘટનાથી કોઇ ખુશ નથી. પંજાબ કીંગ ઇલેવનને તેનો પ્રથમ મેચ જ હારવો પડ્યો હતો અને જે રીતે સુપર ઓવરમાં પણ ટીમ ધાર્યો દેખાવ ન કરી શકેી તેના પર પ્રિટીએ કહ્યું કે હાર અને જીત ગેમની બાબત છે પરંતુ જે બન્યું તે ભૂતકાળ છે, અમારે આગળ વધવું જોઇએ.


Related News

Loading...
Advertisement