પરિણિત હોવા છતાં યુવાને બીજા લગ્ન કરી લેતા પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

22 September 2020 05:52 PM
Rajkot Education Gujarat
  • પરિણિત હોવા છતાં યુવાને બીજા લગ્ન કરી લેતા પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રેલનગરમાં માવતરે રહેતાં મહિલાએ કાલાવડના બામણગામે રહેતાં પતિ, સાસુ, સસરા અને જેઠ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ કરી

રાજકોટ,તા.22
રેલનગરની પટેલ પરિણીતાએ કાલાવડના બામણ ગામમાં રહેતાં પતિ અને સાસરિયા વિરૂધ્ધ ત્રાસની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.તેમજ પોતાનું લગ્ન જીવન ચાલુ હોવા છતાં પતિએ બીજા લગ્ન કરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું હતું.આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,રેલનગર શિવાલીક ચોક મેપનવૂડન બ્લોક નં.16-બીમાં રહેતાં યોગીતાબેન નિલેષભાઇ ગીણોયા પટેલ (ઉ.વ.38)ની ફરિયાદ પરથી કાલાવડના બામણ ગામમાં બસ સ્ટેશન પાસે રહેતાં તેમના પતિ નિલેષ જેન્તીભાઇ ગિણોયા, સાસુ ચંપાબેન, સસરા જેન્તીભાઇ ગીરધરભાઇ ગીણોયા તથા જેઠ અલ્પેશભાઇ જેન્તીભાઇ ગીણોયા સામે ગુનો નોંધ્યો છે.

યોગીતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,પતિ,સાસુ,સસરા અને જેઠે સાથે મળી ને લગ્ન જીવન દરમિયાન નાની-નાની વાતે મારકુટ કરી ગાળો દઇ ધમકી આપી ત્રાસ ગુજાર્યો હતો. હાલમાં તેનું લગ્નજીવન ચાલુ હોવા છતાં પતિએ બીજા લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળતા પોલીસ મથકના પીઆઇ એસ.આર.પટેલની રાહબરીમાં એએઅસાઇ વી. જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement