રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજતા પૂ. પ્રભાબાઈ મ. કાળધર્મ પામ્યા : તેઓ વોકહાર્ટમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા

22 September 2020 05:46 PM
Rajkot Saurashtra
  • રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજતા પૂ. પ્રભાબાઈ મ. કાળધર્મ પામ્યા : તેઓ વોકહાર્ટમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા
  • રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજતા પૂ. પ્રભાબાઈ મ. કાળધર્મ પામ્યા : તેઓ વોકહાર્ટમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા
  • રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજતા પૂ. પ્રભાબાઈ મ. કાળધર્મ પામ્યા : તેઓ વોકહાર્ટમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા

81 વર્ષીય પૂ.પ્રભાબાઇ મહાસતીજીનો પપ વર્ષનો સંયમ પર્યાય : જૈન સમાજમાં શોકની લાગણી

રાજકોટ,તા. 22
ચાતુર્માસના આરંભ પૂર્વે દેરાવાસી, સ્થાનકવાસી,દિગંબર તથા તેરાપંથના જૈનાચાર્યો તથા સાધ્વીજી ભગવંતોએ કોરોના મહામારીને અનુલક્ષીને ઉપાશ્રયમાં દર્શનાર્થે ન આવવા જણાવેલું છતાં કેટલાક શ્રાવક-શ્રાવિકાઓ ગુરુ વંદનાના ભાવ સાથે જતા હોય છે જેથી જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો કોરોનાના ભોગ બનતાં હોય છે અને તેવા બનાવો બહાર આવી રહ્યાં છે. મુંબઈમાં આ.શ્રી જગવલ્લભસૂરિ તથા અન્ય પાંચ શિષ્યોને કોરોના પોઝીટીવ આવતા નાસિક ધર્મચક્ર જૈન તીર્થ પહોંચ્યા હતાં. હાલ તેઓને સારું છે.

રાજકોટમાં સત્ય સાંઇનગર પર આવેલ ‘ધર્માલય’માં બિરાજમાન સંઘાણી સંપ્રદાયનાં સાધ્વીજી પૂ. શ્રી રાજુલબાઈ મ.ને કોરોના પોઝીટીવ આવતાં ક્વોરન્ટાઈન કરાયા હતા હવે તેઓ સ્વસ્થ છે.

રાજકોટનાં રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ સંચાલિત ઓમાનવાલા ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન પૂ. પ્રભાબાઈ મહાસતીજીને કોરોના પોઝીટીવ આવતાં વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારે આજે તેઓએ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લેતા કાળધર્મ પામ્યા છે.

પૂ. પ્રભાબાઈ મ.ને ઘણા સમયથી શ્ર્વાસની તકલીફ હતી તેમને વોકહાર્ટમાં દાખલ કરાયા ત્યારે કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્રણ દિવસ બાદ ડોક્ટરોેએ પુન: કોરોના રીપોર્ટ કઢાવતા પોઝીટીવ આવ્યો છે. ત્રણ અન્ય મહાસતીજીઓનો રિપોર્ટ આજે અથવા કાલે આવી જશે.

પૂ. પ્રભાબાઈ મહાસતીજીની ઉંમર 81 વર્ષની છે. તેમનો સંયમ પર્યાય 55 વર્ષનો છે. જાણવા મળતી વિગતો અનુસાર વોકહાર્ટ હોસ્પિટલના ડો. મયૂર પટેલ તથા ડો. સમીર પ્રજાપતિ પૂ. પ્રભાબાઈ મ.ની સારવાર કરી રહ્યાં છે.


Related News

Loading...
Advertisement