આજીડેમ ચોકડી પાસે રીક્ષા ગેંગ ઝળકી : મહિલાના પર્સમાંથી મોબાઇલ અને રોકડની તફડંચી

22 September 2020 05:43 PM
Rajkot Saurashtra
  • આજીડેમ ચોકડી પાસે રીક્ષા ગેંગ ઝળકી : મહિલાના પર્સમાંથી મોબાઇલ અને રોકડની તફડંચી

ગોકુળ પાર્કના ગેઇટ પાસેથી મહિલા રીક્ષામાં બેઠા હતા : અંદર અગાઉથી બેઠેલી સ્ત્રીએ ઉલ્ટીનું બહાનુ કાઢી મહિલાને વચ્ચે બેસવાનું કહ્યું : સરધાર જરૂરી કામ હોવાનું કહી મહિલાને અધવચ્ચે ઉતારી નાસી ગયા

રાજકોટ તા.21
શહેરમાં રીક્ષા ગેંગે ફરી દેખા દીધી છે. આજીડેમ ચોકડી પાસે મહિલાને રીક્ષામાં બેસાડયા બાદ ચાલુ રીક્ષાએ તેમના પર્સમાંથી 5000નો મોબાઇલ તથા 2700 રોકડા તફડાવી લીધા હતા. આ મામલે મહિલાની ફરિયાદ પરથી રીક્ષામાં બેઠેલી બે અજાણી સ્ત્રી તથા રીક્ષાચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

માંડાડુંગર પાછળ ગોકુળ ર્પાકમાં રહેતી મૂળ લાલપુરની વતની બિપીકાબેન તુષારભાઇ પાડલીયાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબક ગઇકાલે સવારે 12 વાગ્યાની આસપાસ તેણી ઘરેથી આજી ડેમ ચોકડી તરફ ખરીદી કરવા માટે નીકળી હતી અને ગોકુળ પાર્કના ગેઇટ પાસેથી એક રીક્ષા મળી હતી. જેમને આજીડેમ ચોકડી સુધીનું ભાડુ નક્કી કર્યુ હતું. રીક્ષામાં પહેલેથી જ બે મહિલા બેઠી હતી. તેમાંથી એક સ્ત્રી નીચે ઉતરી ગઇ હતી અને જણાવ્યું હતું કે મને ઉલ્ટી થાય છે. જેથી તમે વચ્ચે બેસી જાવ.

બાદમાં રીક્ષામાં માંડાડુંગરથી આગળ ભાવનગર રોડ જૈન દેરાસર સામે રીક્ષા ઉભી રાખી રીક્ષા ચલાવનારે કહ્યું મારે ઇમરજન્સી કામ છે સરધાર જવુ પડે તેમ છે. તમારૂ ભાડુ નથી જોઇતું તમે ઉતરી જાવ. જેથી મહિલા નીચે ઉતરી ગયા હતા અને રીક્ષા ચાલી ગઇ હતી.

બાદમાં પતિને ફોન કરવા પર્સમાં મોબાઇલ કાઢવા જતા મોબાઇલ મળ્યો ન હતો તેમજ પર્સમાં રાખેલા રૂા.2700 પણ જોવા મળ્યા ન હતા. જેથી તે મણે 5000નો મોબાઇલ તેમજ રોકડ સહિત રૂા.7700ની તફડંચી અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી રીક્ષા ગેંગના સગડ મેળવવા તપાસ શરૂ કરી છે.


Related News

Loading...
Advertisement