મોરબી રોડ લોકમાન્ય તિલક ટાઉનશિપમાં રહેતી સગીરાને પાડોશી શખ્સ ભગાડી ગયો

22 September 2020 05:42 PM
Rajkot Saurashtra
  • મોરબી રોડ લોકમાન્ય તિલક ટાઉનશિપમાં રહેતી સગીરાને પાડોશી શખ્સ ભગાડી ગયો

રૈયા ગામ જે.કે. પાર્કની સગીરા લાપતા બનતા પોલીસમાં ફરિયાદ સગીરા જયાં કામ કરતી હતી ત્યાંથી પગાર પણ લઇ ગઇ

રાજકોટ તા. રર : મોરબી રોડ પર શીવધારા સોસાયટી લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતી સગીરાને પાડોસી શખ્સ બદકામ કરવાના ઇરાદે લગ્ન કરવાની લાલચે અપહરણ કરી જતાં બી. ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રોડ લોકમાન્ય તીલક ટાઉનશીપ યોજનામાં રહેતા એક મહીલાની સગીર વયની પુત્રીને પાડોશમાં રહેતો અસ્લમ રઝાકભાઇ માજોઠી નામનો શખ્સ ભગાડી જતાં બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીઆઇ ઔસુરા, રાઇટર રશ્મિનભાઇ પટેલ સહિતના સ્ટાફે તપાસ આદરી છે.
તા. 21/09નાં રોજ સગીરા ઘરેથી કહયા વગર જતી રહેતા સંબંધીને ત્યાં તપાસ કરી હતી. પરંતુ કયાંય હાજર મળી આવેલ નહી.

ત્યારે બાજુના બ્લોકમાં રહેતો અસ્લમ રજાકભાઇ માજોઠી જે ઘરે અવર-જવર કરતો હતો. જેથી તેના ઘરે તપાસ કરતાં તે હાજર મળી આવેલ નહોતો. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે સીસીટીવી જોતાં બંને એકિટવામાં જતા દેખાયા હતા. અન્ય પોલીસ ફરિયાદમાં રૈયાગામનાં જે.કે. પાર્કમાં રહેતી કોળી સગીરા તા. ર0/09નાં રોજ રૈયા રોડ પર આવેલા તુલસી સુપર માર્કેટમાં કામ કરતી સગીરા પગાર લઇને લાપતા બનતા પરિવારજનોને ત્યાં શોધખોળ કર્યા બાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


Related News

Loading...
Advertisement