પડધરીના દહીંસરા નજીકથી દારૂની 12 બોટલ સાથે 2 યુવાન ઝડપાયા

22 September 2020 05:39 PM
Rajkot Saurashtra
  • પડધરીના દહીંસરા નજીકથી દારૂની 12 બોટલ સાથે 2 યુવાન ઝડપાયા

પોલીસે રૂા. 3600નો દારૂ,એક બાઈક કબ્જે કર્યું

રાજકોટ,તા. 22
પડધરી પોલીસે દહીંસરા નજીકથી દારુની 12 બોટલ સાથે બે યુવાનોને ઝડપી લીધા હતાં. આરોપીઓ પાસેથી 3600ની કિંમતનો દારુનો જથ્થો અને મોટર સાયકલ કબજે કરાયું હતું.

પડધરી પોલીસ મથકનાં પીએસઆઈ વી.એમ. લંગારીયા, એએસઆઈ ભગીરથસિંહ જાડેજા, વિક્રમસિંહ, સુરેશભાઈ વગેરે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દહીંસરાથી ઉકરડા જતા માર્ગ પર વોચ ગોઠવી હતી. ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા બે બાઈક સવારને અટકાવી પુછપરછ કરતાં ટંકારા તાલુકાનાં ધ્રોલીયા ગામના સાગર મૈયાભાઈ ઝાપડા (ઉ.22) અને સંજય બાઘાભાઈ ઝાપડા હોવાનું જણાવ્યું હતું. ઝડપી લેતા તેમની પાસેથી દારુની 12 બોટલ મળી આવી હતી.

પોલીસે 3600ની કિમતનો દારુ કબ્જે કરી બન્ને યુવાન જે બાઈક પર નિકળ્યા હતા તે જીજે 03 સીડી 9358 નંબરનું બાઈક જપ્ત કર્યું હતું. બન્ને આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement