મુખ્યમંત્રીની ઈઝરાયેલના એમ્બેસેડર સાથે મુલાકાત

22 September 2020 05:36 PM
Ahmedabad Gujarat
  • મુખ્યમંત્રીની ઈઝરાયેલના એમ્બેસેડર સાથે મુલાકાત
  • મુખ્યમંત્રીની ઈઝરાયેલના એમ્બેસેડર સાથે મુલાકાત

ગુજરાત-ઈઝરાયેલના સંબંધોને વધુ મજબૂત બનાવવા ચર્ચા યોજાઈ

ગાંધીનગર તા.22
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે આજે ઈઝરાયલના એમ્બેસેડર ડો. રોન મલાકાની મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. આ દરમિયાન ગુજરાત-ઈઝરાયલના વર્તમાન તેમજ ભાવિ સંબંધો-સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા યોજાઈ હતી.આ મુલાકાતમાં મુંબઈ ખાતેના કાઉન્સેલ જનરલ ઓફ ઈઝરાયલ યાકો ફીંકલેસ્ટેન સહીત ઈઝરાયલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ઈન્ડેક્ષ- બીના એમ.ડી. નિલમ રાની સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Loading...
Advertisement