કેન્સર પીડિતાઓને સુંદરતા બક્ષવા મહિલાઓના મુંડન કરાવી કેશના દાન!

22 September 2020 05:27 PM
Ahmedabad Woman Gujarat
  • કેન્સર પીડિતાઓને સુંદરતા બક્ષવા મહિલાઓના મુંડન કરાવી કેશના દાન!
  • કેન્સર પીડિતાઓને સુંદરતા બક્ષવા મહિલાઓના મુંડન કરાવી કેશના દાન!
  • કેન્સર પીડિતાઓને સુંદરતા બક્ષવા મહિલાઓના મુંડન કરાવી કેશના દાન!
  • કેન્સર પીડિતાઓને સુંદરતા બક્ષવા મહિલાઓના મુંડન કરાવી કેશના દાન!

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર...

*એજયુકેશન ઓફ સોશિયલ રિસર્ચ એન્ડ અવેરનેસ સેન્ટર, અમદાવાદની સંસ્થાએ એનજીઓની મદદથી ‘બિલ્ડ બ્યુટી વર્લ્ડ’ અભિયાનથી કેન્સરમાં વાળ ગુમાવી ચૂકેલી મહિલાઓ માટે વાળના દાન મેળવ્યા છે, તેમના આ મિશનમાં ગુજરાતની સેંકડો મહિલાઓએ જોડાઈને વાળના દાન કર્યા છે

*સુરતની 100 સહિત ગુજરાતની 500 જેટલી મહિલાઓએ મુંડનની કુરૂપતા સ્વીકારી કેન્સર પીડિતાઓને પોતાના કેશ દાન કરીને રૂપ બક્ષ્યું છે: 10 વર્ષની નાનકડી દેવનાએ મોટું દિલ બતાવી પોતાના વાળ કપાવી દાન કર્યા

રાજકોટ તા.22
કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર, જિના ઈસકા નામ હૈ... શૈલેન્દ્રની આ જાણીતી ફિલ્મ ગીતની પંક્તિઓને સુરતની 100 મળી ગુજરાતની કુલ 500 જેટલી યુવતીઓ બાલિકાઓએ સાર્થક કરી છે!

નારીની ઓળખ કે તેનું કોઈ કુદરતે આપેલું ઘરેણુ હોય તો તે છે તેના કેશ. આ કેશ એટલે કે વાળની સુંદરતા જાળવી રાખવા માટે સ્ત્રીને બાળપણથી જ તાલીમ આપવામાં આવે છે. સ્ત્રીની જો તેના શરીરની પ્રિય વસ્તુ હોય તો તે વાળ જ હોય છે, લાંબા, ઘટાદારમાં સ્ત્રીનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે પણ તમે એવી કલ્પના કરી શકો કે બીજાની સુંદરતા માટે કોઈ સ્ત્રી મુંડન કરાવી તેના વાળનું દાન કરી દે! માનવામાં ન આવે તેવી વાત છે, પણ આ હકીકત છે કે કેન્સર જેવા રોગના કારણે વાળ ગુમાવી ચુકેલી સ્ત્રીઓ માટે ગુજરાતની 500 જેટલી મહિલાઓએ મુંડન કરાવીને આવી કેન્સર પીડિત વ્યક્તિઓ-મહિલાઓને પોતાના કેશના દાન કર્યા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક નવું મિશન શરૂ થયું છે અને આ મિશનનું નામ છે મુંડન મિશન. માનવામાં ન આવે તેવી વાત છે પણ આ મુંડન મિશનમાં ગુજરાતની સેંકડો મહિલાઓ અને બાળાઓ પણ જોડાઈ છે અને આ મહિલા-યુવતીઓ-બાળા તેમના પ્રાણ પ્રિય વાળ ઉતારીને કેન્સરના કારણે વાળ ગુમાવી ચુકેલી મહિલાઓને દાન કરે છે, પોતે વાળ વિના કુરૂપતાને સ્વીકારીને અન્યને સુંદરતા બક્ષે છે આ નારીઓ.

ગુજરાતમાં 500 જેટલી મહિલાઓએ આ રીતે મુંડન કરાવીને કેન્સરપીડિત વાળ ગુમાવી ચૂકેલી મહિલાઓને પોતાના વાળના દાન કર્યા છે, તો સુરતમાં 100 જેટલી મહિલાઓએ મુંડન કરી કરાવી પોતાની સુંદરતાનું અન્ય કુરૂપને દાન કરી તેમને સુંદર કર્યા છે.

સુરતમાં દેવના દવે નામની 10 વર્ષની બાળકી તેના વાળ એટલા તો પ્રિય છે કે તેણે જન્મથી લઈને અત્યાર સુધી કપાવ્યા જ નથી. તેમાં વાળની લંબાઈ 30 ઈંચ જેટલી છે. આ નાનકડી બાળાએ મોટું દિલ દેખાડી કેન્સર પીડિત મહિલા માટેના ચાલી રહેલા મિશન મુંડન બિલ્ડ એન્ડ બ્યુટીફુલ કેમ્પેનમાં જોડાઈને પોતાના વાળનું દાન કર્યુ હતું.

આમ કેન્સરના કારણે વાળ ગુમાવી ચૂકેલી મહિલાની વહારે ખુદ મહિલા જ આવી છે. કેન્સરના કારણે માથા પરથી વાળ ગુમાવનાર મહિલાને હવે વાળ વિના પોતે કુરુપ દેખાશે તેવી ચિંતા નહીં કરવી પડે. કારણ કે તેમના દર્દને માત્ર સમજવા જ નહીં પણ દૂર કરવા માટે ગુજરાતની નારીઓ પોતાના વાળની કુરબાની આપવા તૈયાર થઈ છે.

અનોખુ કેમ્પેન ચલાવનાર તૃપલ પટેલ કહે છે...
મહિલાઓના દેખાવ પરથી જજ કરવાની મેન્ટાલીટી બદલવા આ અભિયાન શરૂ કર્યું છે
એજયુકેશન ઓફ સોશ્યલ રિસર્ચ એન્ડ અવેરનેસ સેન્ટર, અમદાવાદના તૃપલ પટેલ ‘સાંજ સમાચાર’ને મુલાકાતમાં જણાવે છે કે અમારું આ મિશન સોશ્યલ મીડીયા ફેસબુક, ઈન્સ્ટાગ્રામથી ચાલે છે. જેમાં 500થી વધુ યુવતીઓ-બાળાઓ જોડાઈ છે. અમે છેલ્લા 5 વર્ષથી આપ્રવૃતિ કરીએ છીએ. ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાંથી પણ રાજકોટ, જામનગર, કેશોદ વગેરે શહેરોમાંથી 70થી75 જેટલી છોકરીઓ પણ અમારા કેશના દાનના મિશનમાં જોડાઈ છે.

અમે આ દાનમાં મળેલા વાળ મુંબઈના મદત ચેરીટેબલ ટ્રસ્ટમાં મોકલીએ છીએ અને તે એ વાળ ટાટા મેમેરીયલ હોસ્પીટલને મોકલે છે. તે લોકો દાનમાં મળેલા વાળની વીગ બનાવી વાળ ગુમાવેલી કેન્સર પીડિતાઓને વિનામૂલ્યે આપે છે. તૃપલભાઈ વધુમાં ‘સાંજ સમાચાર’ ને જણાવે છે કે લોકોની મેન્ટાલીટી બદલવા આ અભિયાન શરૂ કર્યું છે. આજે કોઈપણ મહિલાને તેના લૂક અને દેખાવ પરથી જજ કરવાની માનસિકતા જોવા મળે છે તેને બદલવા આ કેમ્પેન 2015માં શરૂ કરેલું.


Related News

Loading...
Advertisement