બોલિવુડ ડ્રગ્સ કાંડમાં સનસનીખેજ વળાંક: દિપિકા પદુકોણ ભણી તપાસ

22 September 2020 03:53 PM
Entertainment India
  • બોલિવુડ ડ્રગ્સ કાંડમાં સનસનીખેજ વળાંક: દિપિકા પદુકોણ ભણી તપાસ

બોલિવુડ અભિનેત્રીની ઈવેન્ટ મેનેજર જયા સહાની બીજી વખત પૂછપરછ: ‘માલ હૈ’ ની દિપિકાની ચેટના આધારે અભિનેત્રી આસપાસ તપાસ કેન્દ્રીત : બોલિવુડના અનેક ચહેરાઓની ડ્રગ પાર્ટીનો પર્દાફાશ

મુંબઈ તા.22
બોલીવુડ અભિનેતા સુશાંતસિંઘ રાજપૂતની આત્મહત્યામાં ડ્રગ એંગલની થતી તપાસમાં ચોંકાવનારા વળાંક આવ્યા છે અને હવે બોલીવુડની ટોચની અભિનેત્રી દિપીકા પદુકોણ પણ ડ્રગ્સ લેતી હોવાના સંકેત મળતા તેની પુછપરછ માટે નાર્કોટીક કંટ્રોલ બ્યુરો અભિનેત્રીને પૂછપરછ માટે સમન્સ પાઠવી શકે છે.

દિપિકાની એક સમયની મેનેજર તથા હાલ ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી જયા સહા સાથેની ચેટ જાહેર થઈ છે. જેમાં દિપિકાએ જયાને ‘માલ હૈ’ તેવી પુછપરછ કરી હતી અને તે ડ્રગ્સ સંબંધી પુછપરછ કરી રહી હોવાનું ખુલ્યુ છે. દિપિકાની સાથે ચેટ કરનાર ઈવેન્ટ મેનેજર જયા સહાને હાલ નાર્કોટીક બ્યુરોની ઓફીસે પુછપરછ માટે બોલાવાઈ છે અને તેની ધરપકડ પણ થઈ શકે છે અને આ રીતે દિપીકાની મુશ્કેલ વધતી જણાતા તેણે પોતાના કાનૂની સલાહકારની ટીમને તાત્કાલીક બાલાવી છે.

અગાઉ નાર્કોટીક બ્યુરોએ સારા અલી ખાન, રકુલપ્રિત સિંઘ તથા ડિઝાઈનર સિમોન ખંભાતા ને પણ સમન્સ પાઠવ્યુ છે. રીયા ચક્રવર્તીની ધરપકડ બાદ સમગ્ર ડ્રગ કાંડ ખુલ્લુ થયુ છે અને તેમાં છેક દીપિકાનું નામ આવતા જ બોલીવુડ સ્તબ્ધ થયુ છે તથા કોઈ રીએકશન આપવા તૈયાર નથી. અત્યાર સુધીમાં ડ્રગ કાંડમાં 19 લોકોની ધરપકડ થઈ છે.

બોલીવુડ એકટ્રેસ સુશાંતસિંહ અપમૃત્યુ કેસની તપાસ હાલ બોલીવુડના ડ્રગ્સ કૌભાંડમાં ફંટાઈ ગઈ છે અને રોજેરોજ ફીલ્મી હસ્તીઓના ડ્રગ્સ કનેકશન બહાર આવી રહ્યા છે તેમાં હવે બોલીવુડની લોકપ્રિય સ્ટાર દીપિકા પદુકોણનું નામ ચમકયું છે. દીપિકાએ ચેટ પર તેની મેનેજર કરીશ્મા પાસેથી હશીશ મંગાવ્યું હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.

સુશાંતની મેનેજર જયા સાહાની પણ એનસીબીએ સોમવારે લગભગ 4 કલાક પુછપરછ કરી હતી. જેમાં ડ્રગ્સ કનેકશનમાં લોકપ્રિય સ્ટાર દીપિકા પદુકોણનું નામ જાહેર થયું છે.

બે ટીવી ચેનલ (આજતક અને રિપબ્લીક) એ આ બાબતમાં ત્રણ વર્ષ જૂની પેટર્ન ટાંકીને દીપિકાનું ડ્રગ્સ કનેકશન હોવાનો દાવો કર્યો છે. એનસીબીએ આ સંદર્ભમાં દીપિકાની મેનેજર કરીશ્મા પ્રકાશને પણ પુછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. કારણ કે દીપિકાએ કરીશ્મા મારફત જ હશીશ ડ્રગ્સ મંગાવ્યું હતું.

દીપિકા ચેટમાં હૈશ (હશીશ) ડ્રગ મંગાવે છે, જયારે સામે કરીશ્મા કહે છે કે હૈશ નહીં વીડ છે. ઉલ્લેખનીય છે કે એનસીબીને દીપિકાની મેનેજર કરીશ્મા સાથેની ડ્રગ્સ મંગાવવા અંગેની લાંબી ચેટથી સપડાવવામાં સફળતા મળી હતી. આ જ રીતે એનસીબીને વધુ એક ચેટ મળી છે. જેમાં નમ્રતા શિરોડકરનું નામ છે.


Related News

Loading...
Advertisement