બિહારની ધારાસભા-ગુજરાત સહિતની પેટાચૂંટણી અંગે ટુંક સમયમાં નિર્ણય

22 September 2020 11:37 AM
India Politics
  • બિહારની ધારાસભા-ગુજરાત સહિતની પેટાચૂંટણી અંગે ટુંક સમયમાં નિર્ણય

મુખ્ય ચૂંટણી કમી.નો નિર્દેશ: કોરોના વચ્ચે ચૂંટણી યોજવાનો પડકાર ઝીલવા ખાસ તૈયારી

નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે બિહારની ધારાસભા અને ગુજરાતની આઠ સહિતની દેશની 65 લોકસભા-ધારાસભા પેટા ચૂંટણીઓ યોજવાનો પડકાર ઉપાડવા ચૂંટણી પંચ તૈયારી કરી રહી છે અને આગામી એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લઈ લેવાશે.

મુખ્ય ચૂંટણી કમિશ્ર્નર એ દિલ્હીમાં એક વેબ સેમીનારમાં જણાવ્યું હતું કે ચૂંટણી યોજવી એ એક મોટો પડકાર છે અને અમારી ટીમ બિહારની મુલાકાત લઈ રહી છે અને એક-બે દિવસમાં નિર્ણય લઈ લેવાશે. બિહારમાં મતદાર મથકોમાં 35 હજારના વધારા સહિતની કોરોના સુરક્ષાની ચિંતા કરવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાશે. બીજી તરફ બિહારમાં ચૂંટણી યોજવા અંગે પંચના નિર્દેશ સાથે જ રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે.


Related News

Loading...
Advertisement