કંગનાનો બોલિવુડ પર મોટો આક્ષેપ : ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આંતકવાદીઓથી બચાવવુ જરૂરી છે

21 September 2020 03:22 PM
Entertainment India
  • કંગનાનો બોલિવુડ પર મોટો આક્ષેપ : ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આંતકવાદીઓથી બચાવવુ જરૂરી છે

બહારથી આવતી છોકરીઓ સાથે સેકસ વર્કર્સ જેવો વ્યવહાર થાય છે : કંગના

મુંબઇ તા. ર1
કોન્ટ્રોવર્સીમાં ઘેરાયેલ કંગના રનોટનું કહેવુ છે કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિવિધ આતંકવાદીઓ જેવા કે નેપોટિઝમ, ડ્રગ માફિયા, સેકિસઝમ, પાયરસી અને કામગારોના થતા શોષણથી બચાવવાની જરૂર છે.સ ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથએ જાહેરાત કરી છે કે રાજયમાં મોટી ફિલ્મ સિટી બનાવવાની જરૂર છે. તેમની પ્રસંશા કરતા ટિવટર પર કંગનાએ લખ્યુ કે યોગી આદિત્યનાથજી તમારી આ જાહેરાત ખરેખર પ્રસંસાને પાત્ર છે.

આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સુધારા લાવવાની જરૂર છે. સૌપ્રથમ આપણને તો માત્ર એક મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જરૂર છે. જેને આપણે ઇન્ડિયન ફિલ્મ ઇન્સ્ટ્રી કહી શકીએ. આપણે વિવિધ પરિબળો દ્વારા વિભાજિત થઇ ગયેલ છીએ. હોલીવુડ ફિલ્મોને એનો લાભ મળે છે.

આ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિવિધ આતંકવાદીઓથી બચાવવા સંદર્ભે ટિવટર પર કંગનાએ ટવીટ કર્યુ હતુ કે આપણે આપણી ઇન્ડસ્ટ્રીને વિવિધ આતંકવાદીઓ ઉદાહરણ તરીકે નેપોટિઝમ, ડ્રગ-માફિયા, સેકિસઝમ, પાયરસી, ધાર્મિક અને કામગારોના થતા શોષણની સાથે જ ટેલેન્ટના થતા શોષણથી બચાવવાની જરૂરી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતા ટિવટ કરતા લખ્યુ કે ફિલ્મોમાં એટલી તાકાત છે કે એ આખા રાષ્ટ્રને એક તાંતણાથી બાંધ શકે છે.સ પરંતુ સૌપ્રથમ તો જે પણ ઇન્ડસ્ટ્રીની અલગ અલગ ઓળખ છે એ બધાને એક સુત્રમાં બાંધીને અખંડ ભારતમાં સમાવેશ કરો.

અનુરાગ કશ્યપ પર પાયલ ઘોષે લગાવેલ સેકસ્યુઅલ હેરેસમેન્ટના આરોપને લઇને કંગના એ જણાવ્યુ કે બોલીવુડમાં બહારથી આવતી છોકરીઓ સાથે સેકસ વર્કર્સ જેવો વ્યવહાર કરવામાં આવે છે. અનુરાગને હું જયાં સુધી જાણુ છું ત્યા સુધી તેણે પોતે સ્વીકાર કર્યો છે કે તે કદી પણ એક જ સમયે એકજ પાર્ટનર સાથે રિલેશનમાં નથી રહયો. તેણે જે પાયલ સાથે કર્યુ હતુ તે બોલીવુડમાં સામાન્ય બાબત છે.


Related News

Loading...
Advertisement