જામનગરમાં કોરોનાથી વધુ 20 દર્દીનાં મોત

21 September 2020 02:28 PM
Jamnagar
  • જામનગરમાં કોરોનાથી વધુ 20 દર્દીનાં મોત

છેલ્લા 48 કલાકમાં શહેરના આદર્શ સ્મશાનગૃહ ખાતે જ 20 દર્દીના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવ્યા પરંતુ સરકારી ચોપડે એક પણ દર્દીનું મોત કોરોનામાં ન લેખાયું..!!

જામનગર તા.21:
જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના વધુ 20 દર્દીઓના મૃત્યું નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુંઆંક સવા ત્રણસો નજીક પહોંચી ગયા છે. જો કે સરકારી ચોપડે માત્ર 33 મોત જામનગર જિલ્લાના બોલે છે. જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના વધુ 20 દર્દીઓના મૃત્યું થયા હોવાનું જાણવા મળે છે. તા.19ને શનિવારે જામનગર શહેરમાં કચેરી ફળીમાં રહેતા અનંતરાય વલ્લભદાસ પઢીયાર (ઉ.વ.68), વાલ્કેશ્વરીનગરી વિસ્તારના મારૂતી ચોકમાં રહેતા નારણભાઇ ડાયાભાઇ ઠાકર (ઉ.વ.61), ન્યુ જેલ રોડ ઉપર રહેતા જાણિતી વેપારી પેઢી સોમૈયા બ્રધર્સવાળા યુવાન વેપારી પાર્થ જીતેશભાઇ સોમૈયા (ઉ.વ.31), રણજીતસાગર રોડ ઉપર ગ્રીન સીટી સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર પ્યારેલાલ બુધ્ધ (ઉ.વ.68), પટેલ કોલોનીમાં રહેતા સરસ્વતીબેન મોતીલાલ આહુજા (ઉ.વ.79)નું મૃત્યું નિપજ્યું હતું. તેમજ ધુંવાવ ગામના ચંપાબેન નાનજીભાઇ નકુમ (ઉ.વ.51)અને ખંભાળિયાના રમાબેન ગોપાલભાઇ મોદી (ઉ.વ.78)નું મૃત્યું નિપજ્યું હતું. આ તમામ મૃતદેહના અંતિમ સંસ્કાર આદર્શ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યો હતો. ગઇકાલે (રવિવારે) આદર્શ સ્મશાનગૃહ ખાતે જે કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમાં જામનગરના નાગરચકલા વિસ્તારમાં રહેતા નિલેષ પ્રભુદાસ કોટેચા (ઉ.વ.55) ઓશવાળ કોલોની પાછળ વાછરાડાડા મંદિર પાસે રહેતા ભગવાનદાસ વિસુમલ વામવાણી (ઉ.વ.64), પંચેશ્વર ટાવર નજીક રહેતા સુરેશભાઇ રાયજીભાઇ સાવકીયા (ઉ.વ.58), વુલનમીલ નજીક ઇન્દિરા કોલોનીમાં રહેતા મણીબેન રામજીભાઇ ચૌહાણ (ઉ.વ.72), શંકરટેકરી-નહેરૂનગરમાં રહેતા કલ્યાણ ભુરાભાઇ સિંધવ (ઉ.વ.62), કૃષ્ણનગર-5માં રહેતા જયંતિલાલ કાનજીભાઇ સોનગ્રામ (ઉ.વ.64), જામનગર તાલુકાના ગોરધનપર ગામે રહેતા દામજીભાઇ ધમાભાઇ નકુમ (ઉ.વ.63), ઉત્તરાખંડના અમૃતપુરના વતની લોકેશચંદ્ર જગદીશચંદ્ર (ઉ.વ.25), ધ્રોલ તાલુકાના વાંકિયા ગામના ગોરધનભાઇ ખીમજીભાઇ ગડારા (ઉ.વ.77), કાલાવડના મોટા વડાળા (નિકાવા)ગામના લલીત ચનાભાઇ નંદાણીયા નામના દર્દીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજે સવારે જામનગરમાં વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા ક્રિપાલી પિયુષભાઇ વીંછી (ઉ.વ.31)નો મૃતદેહ અગ્નિ સંસ્કાર માટે આદર્શ સ્મશાનગૃર્હ આવી પહોંચ્યો હતો. જયારે અન્ય 2 દર્દીની વિગતો મળી શકી નથી.


Loading...
Advertisement