દુકાન ચલાવતા પિતાના પુત્રએ વ્યાજે લીધેલા નાણા ન ભરી શકતા ઘર છોડયુ : પત્નીની પોલીસમાં ફરીયાદ

21 September 2020 01:32 PM
Surendaranagar
  • દુકાન ચલાવતા પિતાના પુત્રએ વ્યાજે લીધેલા નાણા ન ભરી શકતા ઘર છોડયુ : પત્નીની પોલીસમાં ફરીયાદ

સુરેન્દ્રનગરમાં દિન-પ્રતિદિન વધતો જતો વ્યાજખોરોનો ત્રાસ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર1
સુરેન્દ્રનગર શહેરમાં દિનપ્રતિદિન વ્યાજ વોટરનો ધીકતો ધંધો બની ગયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં નાના-મોટા ધંધાદારીઓ થી લઇ અને અંદાજિત વ્યાજખોરોની 200 જેટલી ખાનગી રાહે ટુકડીઓ ચાલતી હોવાનું હાલમાં લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં બેફામ બનેલા વ્યાજખોરો ના ત્રાસે સારા અને સંસ્કારી ઘરના પુત્ર વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ અને પોતાના માતા-પિતા અને પત્ની સહિતના પરિવારને બરબાદ કરવાનું ભૂલતા નથી ત્યારે સુરેન્દ્રનગર શહેર માં પોલીસ વડા દ્વારા જમીન પ્રકરણ હોય કે વ્યાજખોરોનો ત્રાસ હોય જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે છતાં પણ તેનું પરિણામ માત્રને માત્ર શૂન્ય જ આવે છે ત્યારે વેપારીઆલમમાં અને લોકોમાં રોષ છવાયેલો જોવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર શહેર માં હજુ તાજેતરમાં જ તે આવો એક લોક દરબાર યોજાયો ત્યારે હજુ આ વાતને એક સપ્તાહ જેવું સમય વીત્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનો યુવાન સટ્ટામાં હારી જતા રૂપિયા 22 લાખ વ્યાજે લીધા હતા ત્યારે લોકોને રકમ કે વ્યાસ ક્યાં સુધી પહોંચી શકાય પહોંચી શકાય ત્યાં સુધી રકમ અને વ્યાજ ભરપાઈ કર્યું પરંતુ રકમના ભરી શકવાના કારણે વ્યાજખોરોના ભારે ત્રાસ ઉભો થતાં યુવાને ઘર છોડી અને જતો રહ્યો ત્યારે પત્નીએ છ સામે ફરિયાદ નોંધાવી અને પોલીસ તંત્ર અને જણાવ્યું કે મારા પતિ સટ્ટામાં આવી જતા 22 લાખ વ્યાજે લીધા હતા ત્યારે તેનો વ્યાજખોરો દ્વારા પાંચ ટકાથી લઇને 60 ટકા સુધી વ્યાજ વસૂલ કરતા હતા ત્યારે આ અંગેની જાણવા મળેલી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરના જીનતાન રોડ ઉપર રહેતા જૈન યુવાન સટ્ટામાં રૂપિયા હારી જવાના કારણે 21 થી 22 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે રૂપિયા પરત કરી દીધા હોવા છતાંય આજે આપનાર તત્વો દ્વારા કડક ઉઘરાણી કરી દુકાન અને મકાન ખાલી કરવાની ધાક ધમકી આપતા યુવાન ઘર છોડીને ચાલ્યો ગયો હોવાની રાવ સાથે યુવાનની પત્નીએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં 6 શખ્શો સામે હાલમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી છે

સુરેન્દ્રનગર શહેરના જીનતાન રોડ ઉપર રહેતા ધાર્મિક ભાઈ સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં ળશભિવશતફિિીંંત નામની તેલ ની દુકાન ધરાવે છે ત્યારે ધાર્મિક ભાઇના પત્ની પ્રિયંકા બેન ને એ ડિવિઝન પોલીસ મથકમાં છ શખ્સો વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા દસ વર્ષથી સટ્ટો રમતા હતા ધાર્મિક ભાઈ જેમાં અંદાજે રૂપિયા 25 લાખ જેટલી રકમ હારી જતા પાંચ વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જે પરત આપી દીધા હોવા છતાં વારંવાર દુકાને તેમ જ ઘરે ધાક-ધમકી આપી અને દુકાન અને મકાન ખાલી કરી નાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેના કારણે મારા પતિ ધાર્મિક ભાઈ ઘર છોડીને જતા રહ્યા છે

વ્યાજે નાણા ધીરનાર ના નમૂના પ્રમાણે આપ્યા છે સુરેન્દ્રનગર શહેરના માનવ મંદિર પાસે રહેતા બાલ સિંગ રાઠોડ પાસેથી 15 ટકાના વ્યાજે આઠ લાખ રૂપિયા લીધેલા હતા સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર રહેતા જયરાજ સિંહ ચુડાસમા ઉર્ફે ભાણુભા પાસેથી 60 ટકાના વ્યાજે અઢી લાખ રૂપિયા લીધેલ હતા વઢવાણના 80 ફુટ રોડ પર રહેતા રુદ્ર ભાઈ રાણા રાણા વાળા પાસેથી ચાર ટકાના વ્યાજે રૂપિયા બે લાખ રૂપિયા લીધેલ અદા વઢવાણના એસી ફુટ રોડ ઉપર રહેતા મહેશભાઈ મોતીભાઈ મોરી પાસેથી 15 ટકાના વ્યાજે બે લાખ રૂપિયા લીધેલા હતા સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર રહેતા રાજભા ઝાલા નગરપાલિકા વાળા પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂપિયા 4 લાખ તેમજ રણુભાઈ કાઠી પાસેથી 15 ટકાના વ્યાજે રૂપિયા બે લાખ લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે

સુરેન્દ્રનગર પોલીસ તંત્રના પણ વ્યાજ વટાવના ધીકતો ધંધો આવવાની લોકોમાં ચાલતી ભારે ચર્ચા ત્યારે તાજેતરમાં યોજાયેલા લોક દરબારમાં ધાંગધ્રાના પોલીસ ઉપર વ્યાજે લીધેલા નાણા અંગેની ફરિયાદ પણ નોંધાઈ હતી સુરેન્દ્રનગર શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે લોકો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ વ્યાજ હોટલ નો ધંધો કરી રહ્યા છે આવા પોલીસવાળા પોતાના મળતિયાઓને રાખી અને વ્યાજ વોટરનો ધીકતો ધંધો ચલાવી રહ્યા હોવાનું આ લોકો પાસે જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં શહેરમાં 200 જેટલા વ્યાજખોરો વ્યાજ વટાવ નો ધંધો ચલાવી રહ્યા હોવાનું પણ હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે પોલીસ તંત્ર એક બાજુ લોક દરબાર યોજાયો છે ત્યારે મોટાભાગના વેપારી પુત્રો આવા લોકોનો ભોગ બને છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં મીત ટ્રેડર્સ નામ ની દુકાન ચલાવતા ધાર્મિક ના પપ્પા જણાવી રહ્યા હતા કે જ્યારે તમારી પરસેવાની કમાણીનો રૂપિયો આ રીતે જાય ત્યારે કોઈ પણ માતા પિતા હોય તેનું હદય દ્રવી ઊઠતું હોય છે ત્યારે આવા વ્યાજખોરોનો ચક્કર ચલાવવા માટે તેમની નજર મકાન અને દુકાન પર પડી છે ત્યારે અમારે નાછૂટકે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે ત્યારે વધુમાં તેમણે જણાવ્યુ કે સમાજમાં આવા અનેક વેપારીના પુત્ર બરબાદ થાય છે ત્યારે ભલે હવે મારું મોત પણ થઇ જાય તો પણ મને મંજુર છે પરંતુ સમાજને બરબાદ થવાથી રોકવા માટે હવે મને કોઈ રોકી નહીં શકે કારણકે પુત્રો તો નાદાન હોય છે ત્યારે આવા નાણા ધીરનાર લોકો શું તેના પિતાને તેની માતાને કે તેની પત્નીને પૂછપરછ કરી અને નાણાં ધીરે છે ત્યારે પરિવારને તેની પાછળ શું બરબાદ થવાનું પુત્રને વ્યાજ ભરવાનું શું યોગ્ય કહેવાય ખરું ત્યારે એક પિતાની વેદના ઘણું બધું જણાવી રહ્યું હોય એવું લાગતું હતુંત્યારે હાલમાં તો પુત્ર ઘર છોડીને નાસી છૂટ્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement