સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલના કાર્યવાહી મંડળની ચૂંટણીમાં ધનરાજ કેલા પેનલનો વિજય : અભિનંદન વર્ષા

21 September 2020 01:28 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલના કાર્યવાહી મંડળની  ચૂંટણીમાં ધનરાજ કેલા પેનલનો વિજય : અભિનંદન વર્ષા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર1
સુરેન્દ્રનગર શહેરમાં આવેલી સી.યુ.શાહ મેડિકલ સેન્ટર સી.જે.હોસ્પિટલ ખાતે હોસ્પિટલના કાર્યવાહી મંડળની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં શહેરના જાણીતા અને વઢવાણ મત વિસ્તારના લોકપ્રિય નેતા એમ.એલ.એ. બની ગયેલા પુર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા પેનલમાં 6 ઉમેદવાર પૈકી આ પેનલના પાંચ ઉમેદવાર જ્વલંત વિજય ઘોષિત થયા આંનદનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.સુરેન્દ્રનગર શહેરમાં સી.જે હોસ્પિટલમાં કારોબારી સભ્યોની ચૂંટણીનું આયોજન હાથ ધરવામાં આવતા ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

આ કાર્યવાહી મંડળની ચૂંટણીમાં કુલ 780 સભ્યોની ચૂંટણી યોજવામાં આવી હતી સવારથી ચૂંટણીલક્ષી માહોલ સર્જાયો હતો. અને દરેક ઉમેદવારે કોરોના વાયરસની મહામારી વચ્ચે કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ અને સરકાર આદેશ અનુસાર દરેક ઉમેદવાર શાંતિપૂર્ણ મતદાન કરી ચૂંટણી સંપન્ન કરી હતી.અને ત્યારબાદ બપોર પછી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવતા ધનરાજભાઈ કેલા ની પેનલ વિજયી બની હતી અને આ પેનલમાં ધનરાજભાઈ કેલા 360 મત ભાવેશભાઈ વોરા 358 મત ધનેશભાઈ શાહ 352 ભૂપતસિંહ રાઠોડ 348 દિનેશભાઈ શકરાણી 337 રણજીતભાઇ પઢિયાર 191 મત સહિતના 6 સભ્યોની પેનલમાં 5 સભ્ય વિજય હાંસલ કરતા ધનરાજભાઈ કેલા ની પેનલ વિજયી બન્યા તમામ સભ્યોમાં આનંદનો માહોલ છવાયો હતો..અને પેનલનો વિજય થતા અબીલ ગુલાલની છોળો ઉડાડી ખુશી વ્યક્ત કરી હતી.


Loading...
Advertisement