મુકેશભાઇ પાટડીયાનું અવસાન : સત્સંગ સમાજમાં શોક

21 September 2020 12:46 PM
Rajkot Saurashtra
  • મુકેશભાઇ પાટડીયાનું અવસાન : સત્સંગ સમાજમાં શોક

રાજકોટ સોની સમાજના અગ્રણી, ઘનશ્યામ મહારાજ સેવક મંડળના પ્રમુખ : શ્રી સ્વામિનારાયણ સંપ્ર.ના મહાન સંત સદગુરૂ શ્રી ઘ્યાનીસ્વામીજીના કૃપાપાત્ર મુકેશભાઇના નિધનથી આઘાતની લાગણી

રાજકોટ તા.21
સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય ના મહાન સંત સદગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજી ના કૃપાપાત્ર શિષ્ય અને શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ રાજકોટ ના પ્રમુખ તેમજ રાજકોટ સોની સમાજ ના અગ્રણી વેપારી એવા મુકેશભાઇ કનૈયાલાલ પાટડિયા અક્ષરવાસી થયા છે. તેમની વય 65 વર્ષ ની હતી. અમદાવાદ ખાતે પવિત્ર પુરૂષોતમ માસ ની શરૂઆત ના પ્રથમ દિવસે તા. 18ના ટૂંકી બીમારી માં તેમનું અવસાન થતા સમગ્ર સત્સંગ સમાજ અને રાજકોટ સોની સમાજ માં દુ:ખ અને ઘેરા શોક ની લાગણી વ્યાપી ગઈ છે.

મૂળ મોરબી ના વતની અને સદગુરૂ પૂજયપાદ શ્રી ધ્યાનીસ્વામીજી ની ખૂબ જ કૃપા જેમના પર વરસી છે તેવા મુકેશભાઇ પાટડિયા પરગજુ, સેવાભાવી, નિર્માની અને સમાજ માટે તન, મન અને ધન થી જીવન પર્યત ઘસાઈ જનારા ખૂબ પ્રેમાળ સ્વભાવ ધરાવતા હતા. 1971 થી સદગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજી ના પરિચય માં આવી તેમનું શિષ્ય પદ સ્વીકારી જીવન ના છેલ્લા શ્વાસ સુધી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સદગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજી ના સિદ્ધાંત અને આજ્ઞા ઉપાસના નું દ્રઢતાથી પાલન કરતા સહજાનંદી સિંહ એવા મુકેશભાઇ પાટડિયા ના પાર્થિવ દેહ નો અગ્નિ સંસ્કાર અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો.

સદગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજી એ મુકેશભાઇ ને અનેક સમૈયા, સેવા અને સત્સંગ ના દિવ્ય કાર્યો માં લાભ આપી તેમની આધ્યાત્મિક ઉન્નતિ નો માર્ગ સરળ કરી આપી કૃતાર્થ કર્યા છે. શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ રાજકોટ ના પ્રમુખ તરીકે તેમની સેવાઓ ખૂબ નોંધપાત્ર રહી છે. નાત, જાત, ધર્મ કે કોમ ના ભેદભાવ વગર જરૂરિયાત મંદો ને દર મહિને અનાજ કરિયાણું, મસાલા, તેલ, ઘી, ખાંડ તેમજ માંદા માટે દવા અને રોકડ રકમ ની સહાય મુકેશભાઇ અને મંડળ ના અન્ય સભ્યો સાથે રહી સ્વયંમ સેવા કરી દેખરેખ રાખતા હતા.

સોની સમાજ માં પણ મોટું નામ ધરાવતા મુકેશભાઇ પાટડિયા એન્ટીક, કાસ્ટીંગ અને પ્લેન જવેલરી માં સમગ્ર ગુજરાત ઉપરાંત ઉતર અને દક્ષિણ ભારત માં ખૂબ મોટું માર્કેટ ધરાવે છે. તેમના બનાવેલ દાગીના ની ઘણી માંગ ઉતર અને દક્ષિણ ભારતમાં છે. વ્યવસાય માં પ્રમાણિક્તા, નિષ્ઠા, વિશ્વાસ અને પારદર્શિતા ને કારણે મુકેશભાઇ એ ખૂબ જ મોટું નામ મેળવ્યું છે.

ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સદગુરૂ શ્રી ધ્યાનીસ્વામીજી ની કૃપા થી શૂન્ય માંથી સર્જન કરી, અતિ નિર્માની ભાવે સત્સંગ અને સમાજ ની સેવા કરનાર મુકેશભાઇ પાટડિયા તેમની પાછળ આ સેવા, પ્રમાણિક્તા, વિશ્વાસ અને દાસભાવ નો વારસો તેમના પુત્ર જુગલભાઇ અને પૌત્રો અનુપ અને ઘનશ્યામ ને સોંપી ગયા છે. કણભા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ ના મેનેજિંગ ટ્રસ્ટી સદગુરૂ શાસ્ત્રી શ્રી સત્સંગભૂષણદાસજી સ્વામી અને ઉપમેનેજિંગ ટ્રસ્ટી સદગુરૂ પુરાણી શ્રી ન્યાલકરણદાસજી સ્વામી તેમજ બ્રહ્મનિષ્ઠ સંતો અને હરિભક્તો એ અક્ષર નિવાસી મુકેશભાઇ પાટડિયા ને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.

ઘનશ્યામ મહારાજ સેવક મંડળ રાજકોટ, મોરબી, ભુજ, ગાંધીધામ, જામનગર, ભાવનગર, સુરત, અમદાવાદ, પુના અને મુંબઈ તેમજ વિદેશો ના મંડળ દ્વારા મુકેશભાઇ પાટડિયા ને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા છે. વર્તમાન સંજોગો અને સરકારની ગાઈડ લાઇન મુજબ તમામ લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે.


Related News

Loading...
Advertisement