રાજકોટના સોની વેપારી સાથે કારીગરની 16 લાખની ઠગાઈ

21 September 2020 12:42 PM
Rajkot Saurashtra
  • રાજકોટના સોની વેપારી સાથે કારીગરની 16 લાખની ઠગાઈ
  • રાજકોટના સોની વેપારી સાથે કારીગરની 16 લાખની ઠગાઈ

દાગીના બનાવવાના બહાને 375.280 ગ્રામ સોનુ લઈ પલાયન :વેપારીની ફરિયાદ અરજી બાદ આરોપીને ઝડપી લેવા પોલીસે ધોરાજીમાં દરોડો પાડ્યો પણ હાથ ન લાગ્યો

રાજકોટ તા 21
સોની બજારના વી.રસિકલાલ જ્વેલર્સ નામની પેઢી ધરાવતા સોની વેપારી સાથે બેડીનાકામાં રહેતો સોની શખ્સ દાગીના બનાવવાના બહાને વિશ્વાસ કેળવી રૂપિયા 16 લાખનું સોનું લઇ પલાયન થઇ જતા વેપારીએ પોલીસને ફરિયાદ અરજી કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ફરિયાદ અરજીની જાણવા મળતી વિગતો મુજબ વી.રસિકલાલ જ્વેલર્સ વાળા વેપારી એચ.આર ધકાણે પોલીસ કમિશ્નર અને એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટરને લેખિત ફરિયાદ કરી આઇપીસી 406,420 મુજબ ગુન્હો નોંધવા જણાવ્યું છે. તેમણે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે સોની બજાર કોઠારીયા નાકા રોડ પર ગોલ્ડન માર્કેટ માં બીજા માળે 9/10 માં અમે વી.રસિકલાલ જ્વેલર્સ નામે સોના ચાંદીનો વેપાર કરીએ છીએ સોની બજાર કૃષ્ણ એપાર્ટમેન્ટ 102 ખડકી ચોક બેડીનાકામાં મહેતા પીન્ટુ પ્રકાશભાઈ વેડીયા પણ દાગીના ઘડવાનું કામ કરતો હોય તેને અમારો સંપર્ક કર્યો હતો.બાદમાં વિશ્વાસ વચન આપેલું કે પોતે તાત્કાલિક જરૂરિયાત મુજબના દાગીના વ્યાજબી ભાવે મજૂરીથી ઘડી આપશે પોતે રાજકોટમાં બીજી પેઢીનું પણ કામ કરતો હોય તેવું પણ તેણે કહ્યું હતું.

આથી તેના પર વિશ્વાસ રાખ્યો હતો અને પેઢીના દાગીનાના કારીગરની જરૂર પડતા 19 ઑગસ્ટ 2020 ના રોજ પિન્ટુને 20 કેરેટનું 250 ગ્રામ સોનું આપ્યું હતું તેણે 197-220 ગ્રામ દાગીના ઘડીને પાછા આપ્યા હતા બાકીનું 52-780 ગ્રામ સોનું જમા રાખ્યું હતું અને તેને બીજા સોના અંગે પૂછતા તેણે કહેલું કે ચિંતા ન કરો બીજો માલ ઘડવાનો હશે ત્યારે હિસાબ આપીશ એ દરમ્યાન 21ઓગસ્ટના રોજ અમે તેને 22 કેરેટનું 109-170 ગ્રામ સોનું દાગીના ઘડવા આપ્યું હતું એ જ દિવસે ફરીથી 18 કેરેટ નું 212-333 ગ્રામ સોનું આપ્યું હતું આમ 375-280 ગ્રામ સોનું આપ્યું હતું જેની અંદાજિત કિંમત 16,06,491 થાય છે.

બજારના નિયમ અનુસાર સોનું આપ્યા બાદ કારીગર સાત એક દિવસની અંદર દાગીના કરીને આપી દેતા હોય છે પરંતુ અમે આઠ દિવસ રાહ જોયા પછી અમારા દાગીનાની ઉઘરાણી શરૂ કરતાં તેને વાયદા પાડવાનું શરૂ કર્યું, બે-ચાર દિવસમાં આપી દઈશ તેમ તેણે પ્રારંભ કર્યું પરંતુ બાદમાં દાગીના કે સોનું પાછા આપ્યા ન હતા અમે તેની દુકાને અને ઘરે તપાસ કરતા તે ક્યાંય મળી આવેલ નથી તેમજ તેનો ફોન પણ સતત બંધ આવતો હોય તેથી ન છૂટકે ફરિયાદ નોંધાવવી પડી છે આ શકશે અમારી જેમ બીજા કેટલાક વેપારીઓ સાથે પણ આ રીતે સોનું લઇ દાગીના પરત નહીં આપ્યાનું જાણવા મળ્યું છે આ શખ્સ સામે ઠગાઈનો ગુનો નોંધવા વેપારીએ અરજી કરી છે કાર્યવાહી કરવા અમારી માંગણી છે તેમ વી.રસિકલાલ જ્વેલર્સના એચ.આર ધકાણે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે. એ ડિવિઝન પીઆઈ સી.જી.જોષીની રાહબરીમાં પી.એસ.આઇ જે.એમ. ભટ્ટ, એ.એસ.આઇ ભરતસિંહ ગોહિલ સહિતની ટીમે અરજીને આધારે તપાસ શરૂ કરી હતી આ શખ્સના પિતા ધોરાજીમાં રહેતા હોય પોલીસ ત્યાં પહોંચી હતી પરંતુ તે હાથ ન આવ્યો હતો.


Related News

Loading...
Advertisement