મુંબઇથી વતન આવેલા ત્રણ વ્યકિતઓ દરીયામાં ડુબ્યા : એકનું મૃત્યુ : બેનો બચાવ

21 September 2020 12:16 PM
Bhavnagar Gujarat
  • મુંબઇથી વતન આવેલા ત્રણ વ્યકિતઓ દરીયામાં ડુબ્યા : એકનું મૃત્યુ : બેનો બચાવ

ભાવનગર નજીક ઝાંઝમેર ગામના દરિયાકાંઠે બનેલ બનાવથી અરેરાટી

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.21
ભાવનગરનાતળાજા ના કેરાળા ગામના ભાલિયા પરિવાર ના સભ્યો ઝાંઝમેર મધુવન નજીક આવેલ બીચ પર દરિયાના પાણી માં ન્હાવા ગયા હતા.જેમાં ત્રણ વ્યક્તિ ડૂબ્યા હતા.બે નો બચાવ થયો હતો.બંને ને તળાજા ટ્રસ્ટ ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક કિશોર મોત ને શરણ થયો હતો.

અરેરાટી ઉપજાવતા અને દરિયાના પાણી માં નહાવા સમયે સાવચેતી રાખવાની શીખ આપતા બનાવની મળતી વિગતો મુજબ મુંબઈ થી લોકડાઉન ના પગલે તળાજાના કેરાળા ગામે આવેલ ભાલિયા પરિવાર ના સભ્યો મધુવન ઝાંઝમેર નજીક આવેલ રમણીય દરિયાના બીચપર ન્હાવા ગયા હતા. બપોરે ત્રણેક વાગ્યા ના સરસમાં અચાનક ત્રણ સભ્યો ડૂબવા લાગતા બે સભ્યો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.જોકે તેઓને સારવાર ની જરૂર હોય તાત્કાલિક અહીંની સદવિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા.

હોસ્પિટલ ના ડો.છોટાળા એ જણાવ્યું હતુંકે પોતાની હોસ્પિટલ માં બે દર્દી સારવાર માટે આવેલ.એક ની હાલત સામાન્ય છે.બીજા ની સારવાર ચાલુ છે. ત્રીજો વ્યક્તિ દેવાંગ અનિલભાઈ ભાલિયા ઉ.વ.13 ની મરણ ગયેલ હોય પી.એમ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં લાવેલ હતા.


Related News

Loading...
Advertisement