છ માસમાં રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ રેકર્ડ બ્રેક 164 પોઝીટીવ કેસ

21 September 2020 12:14 PM
Rajkot Saurashtra
  • છ માસમાં રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ રેકર્ડ બ્રેક 164 પોઝીટીવ કેસ

મોરબીમાં પોલીસ અધિકારી-કર્મીઓ અને સુરેન્દ્રનગરમાં સબ જેલના કેદીઓ સંક્રમીત : જામનગર 129, ભાવનગર 46, જુનાગઢ 37, અમરેલી 24, સુરેન્દ્રનગર 20, મોરબી 19, ગીર સોમનાથ 13, દ્વારકા 11, બોટાદ-પોરબંદર 6 અને કચ્છ 35 પોઝીટીવ કેસ : રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ જિલ્લામાં મૃત્યુઆંકમાં વધારો

રાજકોટ, તા. ર1
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ કોરોનાનો કહેર યથાવત રહેતા સરકારી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારા સાથે ચિંતાજનક રીતે મૃત્યુઆંક વધી રહ્યો છે. હજુ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પોઝીટીવ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાઇ રહ્યા છે સાથે મૃત્યુઆંક પણ ડરામણો બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ 164, જામનગર 129, જુનાગઢ 37, અમરેલી 24, સુરેન્દ્રનગર ર0, મોરબી 19, ગીર સોમનાથ 13, દ્વારકા 11, બોટાદ 6, પોરબંદર 6, અને કચ્છમાં વધુ 35 મળી 510 પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે રાજકોટ 21, ભાવનગર 3, જુનાગઢ 1, જામનગર 14 મોત નોંધાયા હતા.

રાજકોટ
રાજકોટ જિલ્લામાં છેલ્લા છ માસમાં રેકર્ડ બ્રેક એક જ દિવસમાં 164 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 104 અને ગ્રામ્યના 60 સહિત 164 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરનો કુલ આંક 5129 પર પહોંચ્યો છે. ગ્રામ્યનો આંક 2514 પર પહોંચ્યો છે હાલ સરકારી-ખાનગી કોવિડ હોસ્પિટલમાં 520 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 7500થી વધુ લોકો સંક્રમીત થયા છે. પોઝીટીવ રેઇટ 2.95 ટકા અને રીકવરી રેટ 76.15 ટકા નોંધાયો છે.

જામનગર
જામનગર જીલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા એકાદ માસથી 100થી વધુ પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 129 કેસ નોધાયા છે. 14 દર્દીના મોત થયા છે. શહેરનો આંક 4183 અને જિલ્લાનો કુલ આંક 4942 પર પહોંચ્યો છે. હાલ 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાીના છ તાલુકામાંથી 13 જેટલા કોરોનાના ગઇ કાલે પોઝીટીવ કેસો આવેલ છે જયારે સારવાર હેઠળના 12 દર્દીઓ સ્વલસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1304 પર પહોંચેલ છે. ગીર સોમનાથ જીલ્લાવના છ તાલુકાઓમાંથી 13 પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળના-1, સુત્રાપાડાના-1, કોડીનારના-3, ઉનાના-4, ગીરગઢડાના-1, તાલાલાના-3 મળી કુલ 13 પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના 2, કોડીનારના 3, ઉનાના 1, ગીરગઢડાના 5, તાલાલાના 1 મળી કુલ 12 દર્દીઓ સ્વવસ્થક થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસના કેસોનો અવિરત રીતે વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં શનિવારે બાર તથા ગઈકાલે રવિવારે આઠ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બે દિવસ દરમિયાન ખંભાળિયામાં 11, દ્વારકામાં 5, ભાણવડમાં 3, તથા કલ્યાણપુરનો એક કેસ સામેલ છે. જ્યારે બે દિવસ દરમિયાન 5 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ગઈકાલ સુધી 81 એક્ટિવ કેસ હોવાનું જાહેર થયું છે.

મોરબી
મોરબી જિલ્લામાં વધુ 28 પોઝીટીવ કેસ નોંધાયા છે. મોરબી સીટી એ ડીવીઝનના પી.આઇ. પોલીસ કર્મી અને માળીયા પોલીસ કર્મી સહિત વધુ 19 વ્યકિતઓ સંક્રમીત થયા છે 26 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ 20 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં સબ જેલના 15 કેદીઓ કોરોનાગ્રસ્ત થયા છે.

જુનાગઢ
કોરોનાનો કહેર જુનાગઢ જીલ્લામાં વધી રહ્યો છે તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યાના દાવા બાદ પણ કોરોના સંક્રમીત શા માટે ઘટવા પામતું નથી ? તે સવાલ ઉઠવા પામ્યો છે. ગઇકાલે રવિ પાકના વધુ 37 કેસોમાં 18 જુનાગઢ સીટીમાં કેશોદમાં 6, ભેસાણમાં પ, જુનાગઢ તાલુકા 3, વિસાવદર, માળીયા બબ્બે અને મેંદરડામાં એક મળી 37 કેસ રેકર્ડ ઉપર નોંધાયા હતા 26નો રીપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી હતી તેમાં જુનાગઢના 8, કેશોદ 6, માણાવદર પ, માળીયા 3, જુનાગઢ તાલુકા, વિસાવદર, મેંદરડા, ભેસાણમાં એક એક મળી કુલ ર6ને રજા અપાઇ હતી એકનું મોત નોંધાયુ હતું જે જુનાગઢ તાલુકામાં નોંધાયુ હતું.

ભાવનગર
ભાવનગરમાં કોરોનાની વધુ ત્રણ ના ભોગ લીધા છે કોરોનાથી ત્રણના મોત નિપજતા કોરોનાથી સત્તાવાર મૃત્યુઆંક 60 એ પહોંચ્યો છે અને વધુ 50 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભાવનગર જિલ્લામા વધુ 50 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 3,786 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 18 પુરૂષ અને 10 સ્ત્રી મળી કુલ 38 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના ભોજપરા ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે 1, ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામ ખાતે 1, ગારીયાધાર તાલુકાના ગણેશગઢ ગામ ખાતે 1, ગારીયાધાર ખાતે 1, પાલીતાણા ખાતે 2, પાલીતાણા તાલુકાના ભુતિયા ગામ ખાતે 1, પાલીતાણા તાલુકાના લાલીયા ગામ ખાતે 1, સિહોર ખાતે 3, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે 1, તળાજા ખાતે 1, ઉમરાળા તાલુકાન દેડકડી ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના જાળીયા ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના ઝાંઝમેર ગામ ખાતે 1, વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામ ખાતે 1, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે 1 તેમજ વલ્લભીપુર ખાતે 1 કેસ મળી કુલ 22 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 28 અને તાલુકાઓના 19 એમ કુલ 47 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભાવનગર શહેર ખાતે રહેતા 2 તથા સિહોર તાલુકાના નાના સુરકા ગામ ખાતે રહેતા 1 કોરોના પોઝિટિવ દર્દીનુ સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. જિલ્લામા નોંધાયેલા 3,786 કેસ પૈકી હાલ 399 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 3,320 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 60 દર્દીઓનુ અવસાન થયેલ છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં રવિવારના રોજ નવા 19 કોરોના પોઝીટીવ કેસ આવતા કોરોના દર્દીની સંખ્યા 1797 થવા પામી છે. જ્યારે રવિવારે 18 દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવતા હાલમાં 252 દર્દીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં કુલ 1797 દર્દીઓ પૈકી 31 દર્દીઓના કુલ મૃત્યુ થવા પામ્યા છે.

જૂનાગઢ સિવિલ કોવિડ હોસ્પિટલમાં દર કલાકે 30 ઓક્સિજન બોટલનો વપરાશ
કોરોના દર્દીની સારવાર માટે રીફીલનો સ્ટોક આવ્યો
જૂનાગઢ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓને સારવારમાં કોઇ અડચણ ન આવે તે માટે ખુદ કલેક્ટર ડો. સૌરભ પારઘી અને ડીડીઓ પ્રવિણ ચૌધરીએ દૈનિક કામગીરીનું મોનીટરીંગ કરવાનું શરુ કરી દેતાં સબ સલામત હોય તેવું સામે આવવા લાગ્યું છે.

તેમાં મળેલી વિગતો મુજબ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર કલાકે 30થી વધુ ઓક્સિજનના બાટલાને વપરાશ થઇ રહ્યો છે. ઓક્સિજનની સપ્લાય ચેઇન સતત જાળવવા 1 હજાર લીટરની એક ટેન્ક ઉપરાંત450 જેટલા જમ્બો બોટલનો સ્ટોક જળવાય રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

780 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેમ જેમ ઓક્સિજનના બાટલા ખાલી અને ટેન્ક ખાલી થાય તેમ રીફીલ રાજકોટ અને ભાવનગરથી ભરાઈને આવી જાય છે. જૂનાગઢમાં ઓક્સિજન પ્લાન્ટ ન હોવાથી રાજકોટ ભાવનગરથી મંગાવી કોરોનાના દર્દીઓને વેન્ટીલેટર, બાયબેક કે ઓક્સિજનની જરુરિયાત ઉભી ત્યારે તેને આસાનીથી મળી રહે. દરેક બોટલ દીઠ સિવિલને 380નો ખર્ચ થાય છે. દરરોજ 3000ના હિસાબે ગણવામાં આવે તો પણ 25 લાખનો ખર્ચ ઓક્સિજન પાછળ ખર્ચાય છે.

અમરેલી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતુભાઇ ડેર કોરોના સંક્રમીત
કાણકીયા મહેતા શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી અને ચાવંડ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતુભાઈ ડેર 1 માર્ચ 2020થી લઈ 15 સપ્ટેમ્બર સુધી અવિરતપણે ચાવંડ ખાતે કોરોના વોરિયર્સ તરીકે જીવના જોખમે રાત દિવસ વતનમાં આવતા પ્રવાસીઓને ચાવંડ ખાતેના મેડિકલ કેર સેન્ટરમાં જરૂરી તપાસ અને સુવિધાઓ મળી રહે તેની ચિંતા કરી તમામની કાળજી લઈ ચા, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કાર્યરત કરી સતત લોકોની વચ્ચે રહી સેવાયજ્ઞ કરતા કરતા તા.15 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના સંક્રમિત થતા હોમ આઈસોલેશન થયેલ છે. જે તા.30/9 સુધી હોમ આઈસોલેશન હોવાથી ટેલિફોનિક સંદેશાકે વાતચીત કરી શકશે નહીં.


Related News

Loading...
Advertisement