કોરોનાના ‘ઓછાયા’ વચ્ચે ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું સત્ર શરૂ

21 September 2020 12:00 PM
Ahmedabad Gujarat Rajkot
  • કોરોનાના ‘ઓછાયા’ વચ્ચે ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું સત્ર શરૂ

પાંચ ધારાસભ્યો પોઝીટીવ: ગૃહમાં ઓછી હાજરી હશે: સરકાર કોરોના સંકલ્પ પત્ર રજુ કરશે: એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ સહિત 21 ખરડાઓ મંજુરીની એરણ પર

રાજકોટ:
ગુજરાતમાં કોરોનાની સર્વોચ્ચ સ્થિતિ વચ્ચે આજથી શરૂ થયેલા વિધાનસભાના પાંચ દિવસના સત્રમા પણ ‘કોરોના’ છવાયેલો રહેશે. ખાસ બેઠક વ્યવસ્થા હેઠળ મળી રહેલી આ બેઠકમાં સરકારના 21 જેટલા કાનૂની સુધારા વિધેયક મંજુર કરવા રજુ થશે અને તે પુર્વે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંકલ્પ રજુ કરશે.

જેમાં સરકાર દ્વારા રાજયમાં કોરોનાની સામેની કાર્યવાહી અને પરિણામની વિગતો આપવા ઉપરાંત સરકાર કોરોનાને પરાજીત કરીને જ ઝંપશે તેઓ સંકલ્પ વિધાનસભામાં મંજુર કરાશે. સરકાર આ પાંચ દિવસનાં સત્રમાં જમીન એન્ટીલેન્ડ ગ્રેબીંગ એકટ (સુધારા) ઉપરાંત પાસાના કાનૂનમાં સુધારા ઉપરાંત અનેક મહેસુલી કાનૂની સુધારા પણ રજુ કરશે. પાંચ દિવસના ટુંકા સત્રમાં 21 વિધેયકો મંજુર કરરાવવાનો મોટો પડકાર છે.

કોંગ્રેસ પક્ષ કોરોનામાં સરકારની કામગીરીની નિષ્ફળતાની યાદી લઈને વિધાનસભામાં પહોંચી રહી છે અને ગુજરાતમાં જે રીતે કેસ વધી રહ્યા છે તેના માટે નિષ્ફળતા માટે સરકારને જવાબદાર ગણાશે. ગઈકાલે તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ થયા હતા જેમાં પાંચ પોઝીટીવ જાહેર થતા તેઓ ગૃહમાં હાજરી આપી શકશે નહી.

કોંગ્રેસના ચાર ભાજપના 2 ધારાસભ્ય પોઝીટીવ
ગઈકાલે ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ થયો હતો જેમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો પુનાભાઈ ગામતી (વ્યારા) નાથાભાઈ પટેલ (ધાનેરા) વિરજી ઠુમ્મર (લાઠી) અને જસુભાઈ પટેલ (બાયડ) ઉપરાંત ભાજપના કનુભાઈ દેસાઈ (પાટડી) અને સાણંદના કેશુભાઈ પટેલ પોઝીટીવ જાહેર થતા તેઓને ગૃહમાં હાજરી નહી આપવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement