કંપનીઓ ખેતી કરશે: ખેડૂતો મજૂરી કરશે; ગુજરાતમાં આંદોલનનો સૂર

21 September 2020 11:30 AM
Ahmedabad Gujarat Rajkot
  • કંપનીઓ ખેતી કરશે: ખેડૂતો મજૂરી કરશે; ગુજરાતમાં આંદોલનનો સૂર

રાજયસભામાં મંજૂર થયેલા કૃષિ સુધારા વિધેયકો સામે રાજયમાં આક્રોશની શરૂઆત: લઘુતમ ટેકાના ભાવની સુરક્ષા છીનવી લેવાનું ખતરનાક બનશે: કોન્ટ્રાકટ ફાર્મિંગમાં ખેડૂતો સરકારી તંત્ર- કંપનીઓ સામે લાચાર બની જશે: સૌરાષ્ટ્ર સહિત રાજયમાં ખેડૂત અગ્રણીઓનો વિચાર

રાજકોટ: રાજયસભામાં ગઈકાલે મંજુર થયેલા બે કૃષી વિધેયકના વિરોધમાં પંજાબ-હરિયાણા સાથે હવે દેશના અન્ય ભાગોમાં પણ આંદોલનના ભણકારા છે અને ગુજરાત પણ તેમાં જોડાય તેવી શકયતા નકારાતી નથી. ગઈકાલે રાજયસભાએ આ સુધારા ખરડાને મંજુરી આપી છે. જેથી તે સંસદના બન્ને ગૃહોમાં પસાર થતા હવે રાષ્ટ્રપતિ પાસે મંજુરી માટે જશે અને ત્યારબાદ આ કાનૂનની જોગવાઈઓ, નિયમો વિ.ને પણ આખરી સ્વરૂપ આપશે તે કાયદો ગેજેટમાં પ્રસિદ્ધ કરાતા જ તે કાયદો બની જશે. આમ હવે ફકત વહીવટી પ્રકિયા જ બાકી રહી છે પણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે હવે આ બન્ને કૃષી સુધારા ખરડા સામે અન્ય ખેડૂત સંગઠનોને સાથે લઈને એક રાજયવ્યાપી પ્લેટફોર્મ પૂર પાડવાની જાહેરાત કરી છે.

જયેશ પટેલે કહ્યું કે કૃષિ અમારા લોહીમાં છે અને અમારુ જીવન છે. અમારી જમીન અને પાક છીનવી લેવાની વાત છે. ખાનગી કંપનીમાં અમોને ખેતમજુરો બનાવી દેશે. તેઓને ભય છે કે જો માર્કેટયાર્ડને બાયપાસ કરીને ખેડૂતોને તેના ઉત્પાદન વેચવાથી યાર્ડને બાયપાસ કરીને વેચવાની જોગવાઈ નથી. ખાનગી બજારોમાં જશે પછી ખેડૂતો માટેના માલ વેચાણના પ્લેટફોર્મ જેવા યાર્ડનો મૃત્યુ ઘંટ વાગશે.

તેઓનો આરોપ છે કે કૃષિ ક્ષેત્રના અનેક પ્રશ્નો સમસ્યા છે. જેનો સરકાર ઉકેલ લાવતી નથી. સરકાર આ ખરડો મંજુર કરાવે તો જે નવી પાક વિમા યોજના દાખલ કરી હતી તેમાં ખેડૂતોના કલેમ વર્ષો સુધી મંજુર થતા નથી. સરકાર ટેકાના ભાવની ખાતરી આપે છે પણ ગત વર્ષે 10 લાખ ટન મગફળીના ઉત્પાદન સામે સરકારે ફકત 1 લાખ ટન ખરીદી શકય તેટલું બજેટ પુરુ પાડયું હતું.

ભરૂચમાં ખેડૂતોના મુદાઓ ઉઠાવતા અગ્રણી નિપુલ પટેલે કહ્યું કે કોઈ ખેડૂત સંગઠને આ પ્રકારના સુધારાની માંગણી કરી નથી. સરકારે ફકત થોડા કોર્પોરેટ અને મૂડીવાદીઓને લાભાર્થે જ આ સુધારા લાવ્યા છે.

ખેડૂતોને હજુ દિવસના પુરા 8 કલાક વિજળી મળતી નથી. સરકાર તેની ચિંતા કરતી નથી. જૂનાગઢના ખેડૂત અગ્રણી મોહમ્મદ સીદાનું વલણ છે કે ખેડૂતો આ ખરડાનો વિરોધ કરે છે. કોન્ટ્રાકટર ફાર્મીંગમાં ખેડૂતોને પ્રાંત-કલેકટર- વિ. કચેરીના ધકકા ખાવા પડશે. શા માટે તેને સીધા અદાલતમાં જવાની છૂટ નથી?

ગુજરાતમાં હાલ પણ અતિવૃષ્ટિથી જે પાક નુકશાન થયું છે તેના સર્વેમાં પણ કેટલા ક્ષેત્રનો થયો. કેવી ગંભીરતાથી થયો તે પ્રશ્ન છે. ઉપરાંત સરકાર સર્વે પુરો થયો પણ છેલ્લા બે દિવસમાં ફરી વરસાદ શરૂ થયો છે તો તે ખેડૂતોને વળતરનું શું?

ગુજરાત કિસાન સભાના પ્રમુખ કહે છે કે ખેડૂતો માર્કેટયાર્ડ બજાર વેચાણ કરી શકે તેવી જોગવાઈ છે પણ જો યાર્ડ ખત્મ થશે તો પછી ખેડૂતો માટે વૈકલ્પિક પ્લેટફોર્મ રહેશે જ નહી. વાસ્તવમાં જમીન હસ્તાંતરણમાં પણ વર્ષોના કેસ સરકારી ક્ષેત્રમાં ચાલે છે તો કોન્ટ્રાકટ ફાર્મીંગમાં તાત્કાલીક ‘ન્યાય’ કઈ રીતે મળશે. પાક વિમામાં તો ખેડૂતોને દર વર્ષે સરકારનો અને વિમા કંપનીઓનો ખરાબ અનુભવ થાય છે...


Related News

Loading...
Advertisement