રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરતા 864 દારૂની બોટલો સાથે બોલેરો મૂકી ચાલક ફરાર

21 September 2020 01:13 AM
Rajkot
  • રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરતા 864 દારૂની બોટલો સાથે બોલેરો મૂકી ચાલક ફરાર
  • રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે પીછો કરતા 864 દારૂની બોટલો સાથે બોલેરો મૂકી ચાલક ફરાર

રાજકોટના હલેન્ડા નજીક મોડી રાત્રે 2 વાગ્યાનો દરોડો, દારૂનો જથ્થો, બોલેરો મળી રૂ. 6.86 લાખનો મુદ્દામાલ કબ્જે : ચાલકની શોધખોળ શરૂ

રાજકોટઃ
ગત મોડી રાત્રે 2 વાગ્યે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી દારૂના 864 ચપલા ઝડપી પડ્યા હતા. જોકે, ચાલક બોલેરો રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂનો જથ્થો, બોલેરો મળી રૂ. 6.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રાજકોટ - આટકોટ હાઇવે પર હલેન્ડા ગામથી આગળ આવેલી તુલસી હોટલ નજીક એક સફેદ કલરની બોલેરો પીકઅપ નં. GJ - 03 - BW - 2614 માં એક દારૂનો જથ્થો લઈ એક શખ્સ વેંચાણ માટે લઇને નીકળવાનો છે.

બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રે 2 વાગ્યા આસપાસ તુલસી હોટલ નજીક વોચ ગોઠવી ઉભી હતી. ત્યારે ત્યાંથી બોલેરો પીકઅપ નીકળતા તેને અટકાવતા ચાલકે બોલેરો વધુ સ્પીડથી ભગાડી મુક્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો. જોકે પકડાય જવાનો ખ્યાલ આવી જતા ચાલ રોડ પર જ બોલેરો રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોલેરો પાસે પહોંચી તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડના 864 દારૂના ચપલા મળી આવ્યા હતા. અમુક ચપલા પ્લાસ્ટિકની થેલીમાં રખાયા હતા અને કેટલાક પુઠાના બોક્સમાં હતા. જેની કિંમત રૂ. 86400 અને બોલેરો પિકઅપની કિંમત 6 લાખ ગણી કુલ રૂ. 6 લાખ 86 હજાર 400 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
આ કામગીરીમાં ACP ક્રાઇમ ડી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. કે. ગઢવી તથા ઇન્ચાર્જ પીઆઈ આર. વાય. રાવલની સીધી રાહબરી હેઠળ પીએસઆઈ એસ.વી.સાખરા, હેડ કોન્સ્ટેબલ મોહસીનખાન મલેક, ધીરેનભાઇ માલકિયા, કોન્સ્ટેબલ સંજયભાઇ ચાવડા, દિપકભાઇ ડાંગર, હીરેનભાઇ સોલંકી, મહેશભાઇ મંઢ, કિરતસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા વગેરે દ્વારા કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement