રાજ્યમાં 134 તાલુકામાં વરસાદ, ડાંગના સુબીર, સુરતના ઉમરપાડા અને તાપીના ઉચ્છલમાં 4 ઇંચ, ગોંડલમાં 3 ઇંચ

20 September 2020 02:05 PM
Gujarat
  • રાજ્યમાં 134 તાલુકામાં વરસાદ, ડાંગના સુબીર, સુરતના ઉમરપાડા અને તાપીના ઉચ્છલમાં 4 ઇંચ, ગોંડલમાં 3 ઇંચ

સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી

રાજકોટઃ
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ તાપીના ઉચ્છલ, ડાંગના સુબીર અને સુરતના ઉમરપાડામાં 4 ઇંચ નોંધાયો છે. નવસારીના જલાલપોર, ભરૂચ અને રાજકોટના ગોંડલમાં 3 ઈંચ તથા નવસારી અને સુરત શહેરમાં અઢી ઈંચ, રાજકોટના જસદણ અને કોટડાસાંગાણી તથા વડોદરાના ડભોઈ, સુરતના બારડોલી, માંડવી, અમરેલીના ખાંભામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત વડોદરા શહેર અને નવસારીના ગણદેવીમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 129 ટકા વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ સુધી એકંદરે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

રાજયના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. અત્યાર સુધીમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 270 ટકા, સૌરાષ્ટ્રમાં 175 ટકા, ઉત્તર ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 94 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 110 ટકા સીઝનનો વરસાદ નોંધાયા છે. રાજ્યમાં આ વર્ષે 129 ટકા વરસાદ નોંધાયો છે.


Related News

Loading...
Advertisement