રાજકોટમાંથી ૪ કિલો ગાંજો સાથે એક શખ્સ ઝડપાયો, બે લોકો રાજસ્થાનથી માલ સપ્લાય કરવા આવ્યા હોવાનો ખુલાસો

20 September 2020 01:38 AM
Rajkot
  • રાજકોટમાંથી ૪ કિલો ગાંજો સાથે એક શખ્સ ઝડપાયો, બે લોકો રાજસ્થાનથી માલ સપ્લાય કરવા આવ્યા હોવાનો ખુલાસો
  • રાજકોટમાંથી ૪ કિલો ગાંજો સાથે એક શખ્સ ઝડપાયો, બે લોકો રાજસ્થાનથી માલ સપ્લાય કરવા આવ્યા હોવાનો ખુલાસો
  • રાજકોટમાંથી ૪ કિલો ગાંજો સાથે એક શખ્સ ઝડપાયો, બે લોકો રાજસ્થાનથી માલ સપ્લાય કરવા આવ્યા હોવાનો ખુલાસો

SOG એ પિકઅપ વાન, મોબાઈલ ફોન, ગાંજાનો જથ્થો મળી રૂ. ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટઃ
રાજકોટમાંથી ૪.૨૨૬ કિલો ગાંજા સાથે એક શખ્સને SOG એ ઝડપી લીધો છે. આરોપી પિકઅપ વાનમાં ગાંજાના જથ્થાની હેરાફેરી કરતો હતો. બે લોકો રાજસ્થાનથી માલ સપ્લાય કરવા આવ્યા હોવાનો ખુલાસો થયો છે. SOG એ પિકઅપ વાન, મોબાઈલ ફોન, ગાંજાનો જથ્થો મળી રૂ. ૭૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મળતી વિગત મુજબ બાતમીના આધારે SOG સ્ટાફે શહેરના ભાગોળે આવેલા નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોકડી, કોસ્મોપ્લેક્ષ સિનેમા નજીક વોચ ગોઠવી હતી ત્યારે જ ન્યુ બજરંગ ઓટો ગેરેજ સામે રોડ ઉપર ફિર્સ કંપનીની પીકઅપ વાન નંબર GJ - ૦૩ - AV - ૯૫૫૫ આવીને ઉભી રહી હતી. પોલીસે તપાસ કરતા પિકઅપમાંથી ૪.૨૬૬ કિલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા ચાલકે પોતાનું નામ અનિલભાઇ જીવાભાઇ પરસાણા (ઉ.વ. ૩૬, રહે. કૈલાશધારા સોસાયટી શેરીનં - ૧, વિકમ મારબલ પાછળ) અને ડ્રાઇવિંગનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં કહ્યું કે, ગાંજાનો જથ્થો રાજસ્થાનથી મંગાવ્યો હતો, અને આજે રાજકોટ આપવા માટે રાજસ્થાનથી બે વ્યકિતઓ આવ્યા હતા. આરોપીની અટક કરી કોરોના ટેસ્ટનો રીપોર્ટ આવ્યા બાદ વધુ પૂછપરછ કરાશે. તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે.

SOG એ રૂ. ૨૫,૫૯૬ ની કિંમતનો ગાંજો, . રૂ. ૫૦,૦૦૦ ની કિંમતની ફોર્સ કંપનીની પિકઅપ વાન, એક રૂ. ૫૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન મળી રૂ. ૭૬.૦૯૬ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

SOG PI આર.વાય.રાવલ, એએસઆઇ ધમેન્દ્રસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ ભાનુભાઇ મીયાત્રા, કિશનભાઇ આહીર, ડી.જી. ઝાલા, મોહિતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, કોન્સ્ટેબલ અજયભાઇ શુકલા, રણછોડભાઇ આલ, હિતેશભાઇ રબારી, નીખીલભાઇ પીરોજીયા વગેરે કામગીરીમાં જોડાયા હતા.


Related News

Loading...
Advertisement