રાજકોટ : આજી - ૧ ડેમ ફરી ઓવરફ્લો, નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા

20 September 2020 01:36 AM
Rajkot
  • રાજકોટ : આજી - ૧ ડેમ ફરી ઓવરફ્લો, નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા

3030 કયુસેક પાણીની આવક સામે હાલમાં ડેમમાંથી 3030 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે

રાજકોટ :
આજે રાત્રે રાજકોટ શહેરના જીવાદોરી સમાન થોરાળા પાસેનો આજી - ૧ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ડેમમાં ૧ ફુટેથી ઓવરફ્લો ચાલુ છે. જેથી ડેમની હેઠવાસમાં આવતા બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર, રોણકી સહિતના ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવર - જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

ડેમમાં 3030 કયુસેક પાણીના પ્રવાહની આવક છે. હાલમાં ડેમમાંથી 3030 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. જળાશયની ભરપુર સપાટી 147.52 મીટર છે. જ્યારે જળાશયની હાલની જળસપાટી 147.52 મીટર છે. ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાં વરસાદ હોવાના પગલે ડેમમાં નવા નીર આવ્યા છે. રાજકોટના આજી કાંઠાના વિસ્તારો જેવા કે, જંગલેશ્વર, રામનાથપરા, ભગવતીપરા સહિતના વિસ્તારોને સાવચેત કરાયા છે.


Related News

Loading...
Advertisement