નવા કાયદા હેઠળ 3 જુગારીઓને પાસા

19 September 2020 07:03 PM
Rajkot
  • નવા કાયદા હેઠળ 3 જુગારીઓને પાસા

રાજકોટ પોલીસે દાખલો બેસાડયો : વ્યાજખોરો, સાયબર ક્રાઇમ, હથિયાર, જાતિય સતામણીમાં ઝડપાયેલા આરોપીઓ સામે પણ કાર્યવાહી થશે

રાજકોટ, તા. 19
પાસા કાર્યવાહીના નવા સુધારેલા કાયદા મુજબ રાજકોટ પોલીસે પ્રથમ વખત કાર્યવાહી કરી 3 જુગારીઓની પાસા તળે અટકાયત કરી છે.
આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ જણાવ્યું હતું કે, હાલમાં સરકાર દ્વારા પાસા અધિનિયમ 198પના કાયદામાં સુધારાઓ કરવામાં આવ્યા છે જે સુધારા મુજબ હવે ગેરકાયદે વ્યાજ વટાવનો વ્યવસાય કરી, પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા શખ્સો, જાતિય સતામણી, બાળકોને રક્ષણ આપતા અધિનિયમ તેમજ મહિલા સંબંધી ગુનાના આરોપીઓ, સાયબર ક્રાઇમના ગુનાઓમાં પકડાયેલા શખ્સો સામે પાસાની કાર્યવાહી થઇ શકશે. અગાઉ જુગારમાં ઝડપાયેલા આરોપીઓ સામે પાસા કાર્યવાહી થઇ શકતી નહોતી જોકે હવે તેમની સામે પણ પાસાની કાર્યવાહી થશે.
રાજકોટ પોલીસે આજે અગાઉ ભકિતનગરમાં બે વખત અને માલવીયાનગર પોલીસમાં એક વખત જુગાર કેસમાં ઝડપાયેલા ઉસ્માન હારૂન ગોગડા (ઉ.વ.30 રહે. જંગલેશ્ર્વર શેરી નં.30) અને માલવીયા પોલીસ મથકે બે વખત જુગાર તથા એકવાર દારૂના કેસમાં ઝડપાયેલા હિતેશ ઉર્ફે હીતો સંગ્રામભાઇ મીર(ઉ.વ.31, રહે. ખોડીયારનગર શેરી નં.10) તેમજ ગાંધીગ્રામ પોલીસના હાથે બે વખત અને ક્રાઇમ બ્રાંચના જુગારના દરોડામાં ઝડપાયેલા બળવંત ઘનશ્યામ રાજા (ઉ.વ.4ર, રહે. ગાંધીગ્રામ શેરી નં. 9/1ના ખુણે)ની પાસાના નવા કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી છે. ગુનાખોરીમાં અંકુશ લાવવા હજુ વધુ આરોપીઓ સામે પાસાની કાર્યવાહી થશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement