વર્લી ફીચરનો જુગાર રમાડતા 4 પકડાયા: રૂા.48 હજારની રોકડ જપ્ત કરાઇ

19 September 2020 07:00 PM
Rajkot Crime
  • વર્લી ફીચરનો જુગાર રમાડતા 4 પકડાયા: રૂા.48 હજારની રોકડ જપ્ત કરાઇ
  • વર્લી ફીચરનો જુગાર રમાડતા 4 પકડાયા: રૂા.48 હજારની રોકડ જપ્ત કરાઇ
  • વર્લી ફીચરનો જુગાર રમાડતા 4 પકડાયા: રૂા.48 હજારની રોકડ જપ્ત કરાઇ
  • વર્લી ફીચરનો જુગાર રમાડતા 4 પકડાયા: રૂા.48 હજારની રોકડ જપ્ત કરાઇ

ઝડપાયેલા આરોપીના રહેણાંક મકાનમાં તપાસ કરતા ક્રાઇમ બ્રાંચને દારૂની બે બોટલ મળી

રાજકોટ તા.19
શહેરમાંથી વર્લી ફીચરના આંકડા લેતા 4 શખ્સોને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા છે. જુદા-જુદા બે દરોડામાં આરોપીના રહેણાંક મકાનમાંથી દારૂની બે બોટલો પણ મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે ફુલછાબ ચોકમાંથી વર્લી ફીચરના આંકડા લેતા રફીક અબુભાઇ ચૌહાણ, મહેબુબ હમીદખાન પઠાણ અને હિતેશ ભગવાનજીભાઇ મજેઠીયાને રૂા.8500ની રોકડ, 1 મોબાઇલ ફોન મળી રૂા.13,500ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. હિતેશભાઇના ગંજીવાડા સ્થિત ઘરે તપાસ કરતા રૂા.600ની કિંમતની બે દારૂની બોટલ મળી આવી હતી. બીજા એક દરોડામાં ક્રાઇમ બ્રાંચે જલારામનગર શેરી નં.1માં વોકળી નજીક હંસરાજનગર પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લેતા હીરલાલ ઉર્ફે હિરૂ રેવાચંદ ગોકલાણીને રૂા.39500ની રોકડ સાથે દબોચી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.

Related News

Loading...
Advertisement