પરીક્ષા ફી માં ઝીંકાયેલો વધારો પરત ન ખેચાય તો સૌરાષ્ટ્ર યુનિ. સામે એન.એસ.યુ.આઇ. દ્વારા આંદોલન

19 September 2020 06:58 PM
Rajkot
  • પરીક્ષા ફી માં ઝીંકાયેલો વધારો પરત ન ખેચાય તો સૌરાષ્ટ્ર યુનિ. સામે એન.એસ.યુ.આઇ. દ્વારા આંદોલન

કોરોનાના ફૂંફાડા અને બેરોજગારીની સ્થિતિમાં ફી વધારો કેમ પોસાય : મહેશ રાજપુત

રાજકોટ તા. 19
રાજકોટ શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ મહેશભાઇ રાજપુત, ગુજરાત એનએસયુઆઇના ઉપપ્રમુખ સુરજ ડેર તથા રોહિતસિંહ રાજપુતે જણાવેલ છે કે સમગ્ર ગુજરાતમાં શાળાઓમાં ફી ઘટાડવા મુદે સરકારમાં કોંગ્રેસ પક્ષે અને વાલીઓ અને જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર રજુઆતો કર્યા બાદ સરકારે ઝુકવુ પડયુ છે.સ તેમજ શાળામાં ફી ઘટાડવા મુદે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રીટ કરી હતી. તેનો નિકાલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અને રાજય સરકારને નિર્ણય લેવા જણાવ્યું છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ દ્વારા કોલેજની પરીક્ષાની ફી માં વધારો ઝીંકાયો છે અને પરીક્ષા ફી માં 32 % થી 185 % સુધી વધારો કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સતાધીશોને કોઇપણ જાતના સાંપ્રત પ્રશ્નો જેવા કે મોંઘવારી, બેરોજગારી, આર્થિક મંદી, લોકડાઉન વગેરે જેવા લોકોના પ્રાણ પ્રશ્નો ને નેવે મુકી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ સિન્ડીકેટ બેઠકમાં ઠરાવ કર્યા વગર જ પરીક્ષા ફી માં વધારો નાખ્યો છે. જયારે વિધાર્થીઓને ભણાવવા માટે આ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સ્થાપના કરવામાં આવી છે. તેમજ વિધાર્થીઓ માથે યેનકેન પ્રકારે સતત ફી નું ભારણ વધારીને વિધાર્થીઓ અને વાલીઓને હેરાન પરેશાન કર્યા છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સતાધીશોની નાણાભુખને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને નફાખોરીનું સાધન બનાવ્યું છે. ફકત 24 કલાકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા નવો પરિપત્ર કરી 60 હજાર જેટલા વિધાર્થીઓના અને વિધાર્થીઓના વાલીઓ પાસેથી નાણા ખંખેરવા ખેલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ દ્વારા અને સતાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ રૂ.500 નો સીધો ફી વધારો ઝીંકી દેતા દેકારો બોલી ગયો છે. આ ફી વધારો પાછો ખેચવામાં નહીં આવે તો આંદોલનના મંડાણ કરાશે. તેમ તેઓએ ચેતવણી આપી છે.


Related News

Loading...
Advertisement