દેશની સુરક્ષા સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજો સાથે પત્રકારની ધરપકડ

19 September 2020 06:50 PM
India
  • દેશની સુરક્ષા સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજો સાથે પત્રકારની ધરપકડ

નવી દિલ્હી તા.19
દિલ્હી પોલીસની સ્પેશ્યલે દેશની સુરક્ષા સાથે જોડાયેલા ગોપનીય દસ્તાવેજો સાથે સ્વતંત્ર (ફ્રી લાન્સ) પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી હતી, આરોપીની સામે ઓફીશ્યલ સિક્રેટ એકટ અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. સ્પેશ્યલ સેલ અને અન્ય સુરક્ષા અને જાસૂસી એજન્સીઓ તેની પુછપરછ કરીને એ પતો મેળવવાના પ્રયાસ કરી રહી છે કે દેશની સુરક્ષા સાથે જોડાયેલા ગોપનીય દસ્તાવેજો મેળવવા પાછળ તેનો ઈરાદો શું હતો?
પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હીના પીતમપુરા નિવાસી સ્વતંત્ર પત્રકાર રાજીવ શર્મા અનેક ન્યુઝ એજન્સી, સમાચાર પત્રો અને પ્રેસ જર્નલોમાં કામ કરી ચૂકયો છે. પોલીસ આખા મામલાના ઉંડાણમાં જવા રાજીવના નજીકના લોકો પર નજર રાખી રહી છે.


Related News

Loading...
Advertisement