દેશમાં વધુ 93000 સંક્રમીત: ગુજરાતમાં પ્રથમ વખત પોઝિટિવ આંક 1400થી વધુ

19 September 2020 06:48 PM
India
  • દેશમાં વધુ 93000 સંક્રમીત: ગુજરાતમાં પ્રથમ વખત પોઝિટિવ આંક 1400થી વધુ

ભારતમાં 53 લાખથી વધુ કેસ નોંધાયા: કુલ મૃત્યુ 85000થી વધુ: ગુજરાતમાં મૃત્યુમાં આંકડાનો ‘ખેલ’ યથાવત

નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણે ફરી વેગ પકડયો હોય તેવી સ્થિતિ છે અને દેશમાં ગઈકાલે 24 કલાકમાં 93337 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે વધુ 1297 લોકોના મૃત્યુ થયા. ભારતમાં કોરોના પોઝીટીવનો આંકડો 53 લાખને પાર કરીને 534015 થયો છે અને મૃત્યુ 85619 લોકોના થયા છે. દેશમાં 1013964 એકટીવ કેસ છે. જે દર્શાવે છે કે રીકવરી રેટ 74.28% અને મૃત્યુદર 1.67% છે.

ગુજરાત દેશમાં કોરોના સંક્રમીતમાં ટોપ 20માં છે પણ ગઈકાલે નવા 1410 કેસ નોંધાતા રાજયમાં પ્રથમ વખત 1400 કે તેથી વધુ કેસ નોંધાયા છે. રાજયમાં કુલ 120498 કેસ છે. જયારે 16108 એકટીવ કેસ હોવાનો સરકારનો દાવો અને ગઈકાલના સરકારી ચોપડે 16 મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 3289 થયા છે.

જો કે સરકારે હાઈકોર્ટની ટકોર છતા હજુ કોરોના સંક્રમીતમાં જેઓને બીપી સહીતની અન્ય કોઈ બિમારી હોય અને તે જો મૃત્યુ પામે તો કોરોનાથી મૃત્યુ ગણાતુ નથી તેથી મૃત્યુઆંક નીચે દર્શાવાઈ રહ્યો છે. રાજયમાં 604914 એ હોમ કવોરન્ટાઈન છે જેમાં કોરોનાના સંક્રમીત અને જેઓને સામાન્ય લક્ષણો છે તેનો પણ સમાવેશ થાય છે. સરકારે આ ઉપરાંત મોતના આંકડાનો ખેલ યથાવત જ રાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં 69077 ટેસ્ટ થયા છે અને તેમાં 1410 પોઝીટીવ છે જેથી રાજયમાં 2% પોઝીટીવ રેટ છે.


Related News

Loading...
Advertisement