40 લાખ લોકો વીમા પ્રીમિયમ ન ભરી શક્યા

19 September 2020 06:45 PM
India
  • 40 લાખ લોકો વીમા પ્રીમિયમ ન ભરી શક્યા

કોરોનામાં નોકરી જવાથી વીમા પ્રિમીયમ ભરવું મુશ્કેલ બન્યું : વીમા કંપનીને 45000 કરોડ રૂપિયાનું નુકશાન : જીવનજરૂરી ખર્ચા માટે બચત વધી

નવી દિલ્હી,તા. 19
કોરોના મહામારીની સૌથી ખરાબ પરિસ્થિતિ મિડલ ક્લાસ લોકોની કરી છે. કોરોનાનું સંક્રમણ રોકવા લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેના કારણે લાખો લોકોને પોતાની નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના પગારમાં કાપ મુકાયો હતો. જેના કારણે 40 લાખ લોકો પોતાના વીમાનું પ્રિમીયમ ભરી નથી શક્યા.

જીવન વીમા કંપનીઓ અનુસાર કોરોના સંકટ બાદ લોકો પોતાની જીવન જરુરિયાત ખર્ચા માટે પૈસાની બચત કરી રહ્યા છે. તેનાથી જીવન વીમા કંપનીઓને અંદાજે 30 હજાર કરોડનું નુકસાન થયું છે. માર્ચમાં ટેક્સ સેવિંગની સીઝન હોવાના કારણે અંદાજે 15 થી 18 ટકા નવો વ્યાપાર શરુ થયો છે ત્યારે આ વખતે કોરોના મહામારીના કારણે લોકોએ નવો વિમો લીધો જ નથી.

જીવન વિમા કંપનીઓને અંદાજે 45 હજાર કરોડ રુપિયાનું નુકશાન થયું છે. 30 હજાર કરોડનું પ્રિમીયમ લોકોએ નથી ભર્યું એલઆઇસીના એપ્રિલ-મેના પ્રિમીયમ આવક 32 ટકા ઘટી હતી પરંતુ હવે ઝડપથી પરિસ્થિતિ સુધરી રહી છે. 31ઓગસ્ટ સુધી પ્રિમીયમ આવક ગત વર્ષની સરખામણીએ આવી ગયું છે. તેની સાથે રિન્યુઅલ પ્રિમીયમમાં પણ સુધાર જોવા મળી રહ્યો છે. 12 સપ્ટેમ્બર સુધીમાં એલઆઈસીએ 87,327 કરોડ રુપિયાનું રિન્યુઅલ પ્રિમીયમ વસુલ્યું હતું.

વિમા કંપનીનું કહેવું છે કે કોરોના મહામારી શરુ થવાની સાથે વીમાને લઇ પુછતાછમાં વધારો થયો હતો. જીવન વીમાથી લઇ સ્વાસ્થ્ય વીમામાં તેજી જોવા મળી છે પરંતુ તેને અનુરુપ માંગમાં કોઇ વધારો નથી થયો. આગામી સમયમાં તહેવારોની સીઝન શરુ થતા તેજી જોવા મળી શકે છે. કોરોનામાં લોકો માટે આપાતકાલીન ફંડ, મેડીકલ અથવા અન્ય જરુરી ચીજવસ્તુઓ માટે બચત વધી છે, જેને જોતા લોકો અન્ય બીજા ખર્ચા કરવામાં કાપ મુકી રહ્યા છે. આપાતકાલીન ફંડ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. નોકરકીની અનિશ્ર્ચિતતાના કારણે લોકોએ વીમા પ્રિમીયમ ભર્યાં નથી.


Related News

Loading...
Advertisement