કોરોના મહામંદીએ ભગવાનના સ્થાનને પણ કંગાળ કર્યા

19 September 2020 06:43 PM
India
  • કોરોના મહામંદીએ ભગવાનના સ્થાનને પણ કંગાળ કર્યા

દેશના મંદિરોએ ખર્ચ કાઢવા સોનુ બેન્કમાં ગિરવે મુકવું પડયું, એફડી તોડવી પડી : કાશી વિશ્વનાથ મંદિરે આવક વધારવા આરતીની ટિકીટોની કિંમત વધારી: ઉતરાખંડમાં મોટા મંદિરોને દર વર્ષે 55 કરોડનું દાન મળતું હતું જે હવે એકથી બે કરોડ થઈ ગયું છે

નવી દિલ્હી તા.19
કોરોના મહામારી અને તેના પગલે આવેલા લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાં શ્રદ્ધાળુઓની સીમીત સંખ્યાના કારણે દેશમાં દેવાનો સ્થાન એવા મંદિરો પણ ભીંસમાં આવી ગયા છે. મંદિરોમાં દાન અને ચડાવા પર મોટી અસર પડી છે. આ સંજોગોમાં મંદિરોએ ખર્ચ ચલાવવા એફડી તોડી છે અને બેન્કોમાં સોનુ ગિરવે મુકયુ છે.

આવકમાં કમીથી પરેશાન દક્ષિણ ભારતીય રાજયોના મંદિરો સોનાને બેન્કમાં જમા કરાવીને વ્યાજથી કર્મચારીઓના વેતન અને મેન્ટેનન્સની વ્યવસ્થા કરી રહ્યા છે. ઉતરપ્રદેશમાં કાશી વિશ્વનાથ, ઝારખંડના બાબા વૈદ્યનાથ અને પટણાના મહાવીર મંદિરની આર્થિક હાલત ઠીક નથી. મથુરાના દ્વારકાધીશ મંદિરમાં કર્મચારીઓને વેતન આપવા માટે એફડી તોડવામાં આવી રહી છે.

કાશી વિશ્વનાથ મંદિરે આવક વધારવા માટે શ્રાવણમાં આરતીની ટિકીટોની કિમત વધારી દીધી હતી. અહીં લોકડાઉન પહેલા સરેરાશ 55થી60 લાખ રૂપિયા દર મહીને માત્ર હુંડીમાંથી નીકળતા હતા, પણ છેલ્લા 6 મહિનાથી હુંડી નથી ખોલાઈ. મથુરામાં દ્વારકાધીશ મંદિરમાં મેનેજમેન્ટે એફડી તોડાવીને 65 કર્મચારીઓને પગાર આપ્યો હતો, તેમ છતાંય કેટલાયને અડધું કે કેટલાકને 75 ટકા વેતન મળ્યું છે.

ઝારખંડના દેવધર સ્થિત બાબા વૈદ્યનાથ મંદિરનું વેતન અને અન્ય ખર્ચાનું કામકાજ પણ અત્યાર સુધી જમા મુડીથી થતું હતું, જો કે સોનુ બેન્કમાં રાખવાની નોબત નથી આવી પણ ભકતોને દાનની અપીલ કરાઈ રહી છે. ઉતરાખંડના મોટામંદિરોમાં દર વર્ષે 55 કરોડથી વધુ દાન મળતા હતા જે ઘટીને માત્ર એક કરોડ રહી ગયા છે. અલબત, રાજયમાં બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી મંદિર સંચાલનમાં કોઈ તકલીફ હાલમાં પડતી નથી.

પંજાબમાં ગુરુદ્વારા તખ્તશ્રી હરિમંદિર સાહિબમાં દાનથી કામ ચાલી રહ્યું છે. છેલ્લા 6 મહિનાથી તખ્ત સાહેબ વેરાન છે. 20-25 હજાર શ્રદ્ધાળુની જગ્યાએ એક હજાર શ્રદ્ધાળુઓ પણ આવતા નથી હાલ જમા મૂડીથી જાળવણી થાય છે તો કેરલમાં દેવાસ્વમ બોર્ડે બેન્કમાં સોનુ રાખવું પડયું છે.


Related News

Loading...
Advertisement