ખાદ્યતેલોમાં બેફામ તેજી: રસોડાના બજેટ ખોરવાયા

19 September 2020 05:45 PM
Rajkot Saurashtra
  • ખાદ્યતેલોમાં બેફામ તેજી: રસોડાના બજેટ ખોરવાયા

મબલખ ઉત્પાદન થાય તેમ હોવા છતાં અત્યારથી જ તેલ લોબીનો ખેલ: ચાલુ માસમાં જ સીંગતેલમાં 50, કપાસીયા તેલ-પામોલીનમાં 75, સનફલાવરમાં 200 રૂપિયા વધી ગયા

રાજકોટ તા.19
કોરોના વાઈરસ મહામારીના લોકડાઉન બાદ અનલોકમાં હાલના દિવસો વેપાર-ધંધામાં મંદી, બેરોજગારી, મોંઘવારીમાં ચાલુ માસમાં ખાદ્યતેલમાં બેફામ તેજી સાથે તેલ લોબીએ ખેલ પાડી દીધો હોય તેમ ભાવો વધતા ગરીબ-સામાન્ય વર્ગનું આર્થિક બજેટ ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ વર્ષે સમયસર નેઋત્ય ચોમાસાના આગમન સાથે પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતા મગફળી, કપાસ, મકાઈ સહિતનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું તો બીજી તરફ મો માંગ્યા મેહ વરસતા ખેતી પાકોમાં મબલખ પાક ઉતરવાની આશા છે. ઉત્પાદન બજારમાં આવે તે પહેલા જ તેલ લોબી સક્રીય થતા ખાદ્યતેલનાં ભાવો વધી રહ્યા છે.

ચાલુ માસમાં સીંગતેલમાં 50, વનસ્પતિ 120, કપાસીયા તેલ- પામોલીનમાં 75 અને સનફલાવરમાં રૂા.200 વધી જતા રસોડામાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ચાલુ સપ્ટેમ્બર માસમાં ખાદ્યતેલોમાં દિવસે દિવસે ભાવવધારો થઈ રહ્યો છે. એક તરફપ કાળઝાળ મોંઘવારી, બેરોજગારીના સમયમાં ખાદ્યતેલ મોંઘુ દાટ થતા ગરીબ- સામાન્ય વર્ગને આ ભાવવધારો વધુ બોજરૂપ બની રહ્યો છે.


Related News

Loading...
Advertisement