હવે પાટનગર ગાંધીનગરમાં કોરોના ‘કાળ’ બન્યો : એક જ દિવસમાં 12ના મોત

19 September 2020 05:43 PM
Ahmedabad Gujarat
  • હવે પાટનગર ગાંધીનગરમાં કોરોના ‘કાળ’ બન્યો : એક જ દિવસમાં 12ના મોત

સોમવારથી વિધાનસભા સત્ર પૂર્વે જ ફૂંફાડાથી ખળભળાટ : અત્યાર સુધીમાં એેક જ દિવસમાં સૌથી વધુ મોતથી ફફડાટ

ગાંધીનગર તા.19
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોવિડની સારવાર લઇ રહેલ 12 દર્દીઓના મૃત્યુ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે 18 સપ્ટેમ્બર થી આજ સુધી એટલે કે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.

કોરોના ની વૈશ્વિક મહામારી વચ્ચે ગાંધીનગરમા કોરોના સંક્રમણના કેસોમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. ગાંધીનગર સિવિલમાં કોવિડ 19 ની સારવાર લઈ રહેલા 12 દર્દીઓના ટપોટપ મૃત્યુ થતા ગાંધીનગરમાં ઘેરા પ્રત્યાઘાતો સાથે ખળભળાટ મચી ગયો છે.

મળતી વિગતો મુજબ ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ રહેલા વ્યક્તિઓ પૈકી 8 દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે અન્ય 4 દર્દીઓ કેજે કોરોનાના શંકાસ્પદ દર્દીઓ તરીકે કોવિડની સારવાર લઇ રહ્યા હતા તેમના પણ ગાંધીનગર સિવિલમાં છેલ્લા 24 કલાક દરમિયાન મૃત્યુ થયા છે.

નોંધનીય છે કે, પાટનગર એવા ગાંધીનગરમાં કોવિડ 19 દરમ્યાન અત્યાર સુધીમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં કોવિડ દર્દીના એક સાથે મૃત્યુ નોંધાયા નથી. પરંતુ છેલ્લા 24 કલાકમાં ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ રહેલા કોવિડના દર્દીઓ ના એકસાથે 12 દર્દીઓના ટપોટપ મૃત્યુ થતાં આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું છે.

તો બીજી તરફ આ ઘટનાને લઈને પણ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સિવિલમાં કોરોના ની સારવાર લઈ રહેલા 12 મૃતકોમાં 9 પુરૂષો જ્યારે 3 મહિલાઓનો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement