વિધાનસભા અઘ્યક્ષની ઓફિસ બહાર જ બે જવાન ‘માસ્ક’ વિના બેઠા હતા : અઘ્યક્ષે જ દંડ કરતા સોંપો

19 September 2020 05:42 PM
Ahmedabad Gujarat
  • વિધાનસભા અઘ્યક્ષની ઓફિસ બહાર જ બે જવાન ‘માસ્ક’ વિના બેઠા હતા : અઘ્યક્ષે જ દંડ કરતા સોંપો

ગાંધીનગર તા.19
આગામી 21 સપ્ટેમ્બર થી ચોમાસુ ટૂંકા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે મળી રહેલા આ સત્રમાં કોરોના ની કડક ગાઈડલાઈન નું પાલન કરવા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ ત્રિવેદી કડક બન્યા છે. જેના પરિપ્રેક્ષ્યમાં આજે તેમની ઓફીસ બહાર માસ્ક પહેર્યા વિના બેઠેલા 2 પોલીસ કર્મચારીઓ ને દંડ ફટકારતાં વિધાનસભા કેમ્પસમાં કામ કરતા અધિકારીઓ/કર્મચારીઓ માં ફફડાટ ફેલાયો હતો.

ગુજરાત વિધાનસભા ના ટૂંકા સત્રમાં સોશયલ ડિસ્ટન્સ , માસ્ક જેવા મુદ્દે કડકાઈ થી ગાઈડલાઈન નું પાલન કરાવવા માટે અધ્યક્ષ અડગ બન્યા છે.ત્યારે આજે તેમની ચેમ્બર બહાર ફરજ બજાવતા માસ્ક વગરના પોલીસ સ્ટાફ ને અધ્યક્ષે તાત્કાલિક દંડ ફટકાર્યો હતો.

જોકે તેમની આ કડકાઈ ભર્યા વર્તનથી ગુજરાત વિધાનસભા સંકુલ અને અલગ અલગ કાર્યાલયોમા માસ્ક વગર ફરતા સ્ટાફમાં અફડાતફડી સર્જાઈ હતી.


Related News

Loading...
Advertisement